________________
(૧૩૨)
અમદાવાદ
તા. ૧-૫–૯૮ મકરન્દભાઈ,
ધુમ્મસને પેલે પાર'ના લેખોમાં તમે કવિતાના દેશમાં રમણભ્રમણ કરતાં કરતાં ઘણા કવિઓની કવિતાનું નવનીત વાચકોને હાથવગું કરી આપ્યું છે અથવા તો કવિ-સાહિત્યકારો સાથે વાચકની મુલાકાત ગોઠવી આપી છે – તેમાં સિદ્ધસંત–ભક્તો, ગઝલકારો ને ઉર્દૂ શાયરો, દુહાગિરો, રવીંદ્રનાથથી માંડીને દેશી વિદેશી કવિઓ, મનીષીઓ અને વિચારકો – બધા ઉપસ્થિત છે. તમારી સમન્વયદષ્ટિ–એકવાક્યતા, સંવાદિતા, ભેદમાં અભેદ જોવાબતાવવાની પ્રજ્ઞા કશા બોજા વિના એકસૂત્રતા, સાધે છે – જો કે છએક દસકાથી હું વિશિષ્ટ'ને જોવા-પકડવાના ચીલે ચાલતો રહ્યો હોવાથી વેદઉપનિષદથી માંડીને રવિસાહેબ, દાસી જીવણ કે કબીરને ભંગીભેદે એક જ કહેવાનું છે, અથવા તો યૌગિક આધ્યાત્મિક/સાહિત્યિક અનુભૂતિની સીમાઓ ભેળસેળ છે. “એક સત્ વિમા બહુધા વદંતિ' અથવા તો “રુચીનાં વૈચિત્ર્યાદ્.” ભેદ–અભેદનો વિરોધ બુદ્ધિની નીપજ છે એવો વિચારપક્ષ કે વલણ ઘણી બાબતમાં મને સ્વીકાર્ય બનતું નથી. પણ વિશાળ વાચકવર્ગ અનેક વિરોધી સૂરોના કોલાહલમાં એક જ સંવાદી સૂર રહ્યો હોવાનું જાણતા–સમજતા ગૂંચવણમાંથી નીકળી જાય છે. અને વારંવાર તમે સંસ્કૃતિના આખા પટ પર ફરી વળો છો. એ પણ, લેખોની મોટી (ધોરી?) નસ છે. વાંચતાં જે બે ચાર સમાન સંદર્ભો યાદ આવ્યા તે નોંધું છું :
૧. “રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે’ (અખો)
“મહ મહું કરતાં ( મારું મારું કરતાં) જીવન વીતે પણ “મહુમહુ (મધુમથન, ભગવાન) અનુભવ ગોચર ન થાય. (આનંદવર્ધનમાં ઉદ્ધત).
“રસ સ્વશબ્દસાધ્ય નથી' (આનંદવર્ધન). ૨. “માઢુ હતાં તે હલી વિયાં, પાણા જ વિયા રિયા' ઇહ રમિયાં, ઈહ ભમિયા' એ પ્રાકૃત મુક્તક. (મારો અનુવાદ : “અહીં ભમ્યાં, અહીં રમ્યાં સંગમાં, અહીં ખીજયાં, અહીં રીઝયાં– માત્ર પ્રદેશો રહ્યા, જનો સૌ વહ્યા').
સેતુબંધ
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org