________________
નોંધેલાં ભજનોની (પ્રથમ પંક્તિ, કવિ વગેરે વિગતો સાથે) સૂચિ કરી આપશે તે યથાસંભવ વહેલી પ્રકાશિત કરીશું. એ કેસેટો જો બળવંતભાઈ સંમત થાય, તો તમારી સંસ્થાને આપવાનું વિચારીએ.
ભાઈ ભગવાનદાસે ડુંગરી ભીલોનાં કથાગીતો, ભજનો વગેરે ઘણું સાહિત્ય રેકર્ડ કરી રાખ્યું છે. પ્રયાસ કરતાં એકાદ વરસમાં તે ક્રમેક્રમે પ્રકાશિત કરી શકાશે એવી આશા રાખીએ. પછી તો હરિઇચ્છા – આપણે ગુજરાતી રીઢા સંસ્કારશત્રુ બની રહ્યા છીએ, ત્યાં હરિ પણ હાથ ધોઈ નાખે એવું લાગે છે !
તમે સ્વાથ્ય જાળવીને પરિશ્રમ વધારે ન પડે તેમ, “જેસલતોરલની કથાના તાંત્રિક, યૌગિક સંકેતો ઉઘાડી આપતું અર્થઘટન તૈયાર કરો. પ્રકાશનનું ગોઠવી લેશું. પોરબંદર પંથકની સામગ્રી રેકર્ડ કરી આપવા મેં અનેક વાર નરોત્તમ પલાણને વીનવ્યા. પરિણામ શૂન્ય, ચાલો, જશ મુરલીબહેનને કપાળે લખાયેલો હશે.
યંત કોઠારીના લેખે લખવા તમને ધક્કો દીધો– એ તો એનો rich fall-out. આખી સંત-ભક્ત–સિદ્ધનાથયોગી પરંપરાનો પરિચય રચનાઓના ગર્ભિતાર્થ સુધી પહોંચવા માટે અનિવાર્ય છે. પરંપરાગત પસંદગીની-મહત્ત્વની રચનાઓની ચર્ચા વિચારણા માટે મળવાનું તમારું સૂચન અમલમાં મૂકવાનું જરૂર વિચારીએ. મુશ્કેલી હોય તો જેઓને સંત-ભક્તોની રચનાઓનો – તેમની રચનાશૈલીની “ગાણિતિક તપાસમાં કે તેમના પર આરોપિત કૃતક સાહિત્યિકતા'માં ફસાયા વિના– હૃદયસ્પર્શ, તેમની અનુભૂતિ સાથે કશુંક અનુસંધાન હોય તેવા ભાવકો, વિવેચકોની છે : પણ કશુંક ગોઠવાય તો જરૂર ગોઠવીએ – પણ નંદિગ્રામમાં તમને કશી તકલીફ ન પડે તે રીતે : તમારું સ્વાથ્ય ઠીક ચાલે છે, જાણી આનંદ થયો.
એક બે વરસ પહેલાં સારનાથની “તિબેટન ઇન્સ્ટિટ્યુટ ઓવ હાયર સ્ટડીઝના ઉપનિયામક પ્રો. વ્રજવલ્લભજી દ્વિવેદી સાથે સંપર્ક થયો. તેઓ તેમની સંસ્થા તરફથી કેટલાક અપ્રકાશિત તંત્રગ્રંથ સંપાદિત કરવાનું કામ સંભાળે છે. અભિનવગુપ્ત વગેરે આચાર્યોની અપ્રગટ કૃતિઓ મૂળ હસ્તપ્રતોને આધારે તૈયાર કરે છે. એમાં કેટલાક અત્યંત ભ્રષ્ટ પાઠાંશો (પદ્યાત્મક) પ્રાકૃત–અપભ્રંશ ભાષામાં
૧. “અનસૂયા પ્રીતિ અને દર્શન સુખ’, લે. જયંત કોઠારી, ફાર્બસ ત્રૈમાસિક- જાન્યુ.
માર્ચ, ૧૯૯૧ સેતુબંધ
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org