________________
(૩૧)
અમદાવાદ
તા. ૨૭–૭–૯૧ મકરંદભાઈ,
તમને વચનસિદ્ધ કે સિદ્ધસારસ્વત કહેવા પડે એવો યોગ થયો ! ઘણાં કામોની જંજાળ વહોરીને હું બેઠો હતો, પણ એલ.ડી.ઇન્સ્ટિટ્યુટના સંશોધનસામયિકના છેલ્લા અંકમાં મારા સહયોગી ડૉ. રમણીક શાહે જૈન “અગમવાદી પરંપરાની એક અપભ્રંશ રચના “દોહાપાહુડ' ગુજરાતી અનુવાદ સાથે તમારી આગળની સૂચના સ્વીકારીને) આપેલું, તે વાંચતાં, મને પંદરેક વરસ પહેલાં સરહ અને કાન્ડના દોહાકોશો વગેરેમાં થોડુંક સંશોધન કરવાનો ઉપક્રમ કરેલો તે યાદ આવ્યો, અને બેએક અઠવાડિયાથી રાહુલ સાંકૃત્યાયન સંપાદિત “દોહાકોશ” (તે પહેલાંનું હરપ્રસાદ શાસ્ત્રી અને પ્રબોધચંદ્ર બાગચીનું કામ), પરશુરામ ચતુર્વેદીનું ‘બૌદ્ધ સિદ્ધાં કે ચર્યાપદ', અતીંદ્ર મોજમુદારનું The Caryāpadas વગેરે લઈને બેઠો છું. અપભ્રંશ ભાષા અને છંદોની પર્યાપ્ત જાણકારીને અભાવે, અને પ્રાપ્ત હસ્તપ્રતો ભ્રષ્ટ અને ભારે પાઠપરિવર્તનવાળી હોવાને કારણે, દોહાકોશોના મૂળ પાઠમાં સારી એવી ગરબડ થયેલી છે. એટલે પ્રાપ્ત સામગ્રીને આધારે મૂળ પાઠની કાંઈક “પુનર્ઘટના' કરવાનું હું વિચારી રહ્યો છું, કેમકે પાઠ ઘણે સ્થળે અનિશ્ચિત કે ભ્રષ્ટ હોવાને લીધે દોહાના અર્થઘટનો ઠીક ઠીક ખામીવાળાં થયાં છે. આ પરિસ્થિતિમાં તમારો પત્ર ગઈકાલે મળ્યો.તમે પામી ગયા કે હું સિદ્ધ પરંપરાના સાહિત્ય સાથે કુસ્તી કરી રહ્યો છું. એને ચમત્કાર જ ગણીએ !
એ ઉપરાંત રહી અનુવાદની વાત. એના પણ મેં શ્રીગણેશ કરેલા ૧૯૭૬ લગભગ વીસેક કડીઓનો અનુવાદ કરેલો (નકલ આ સાથે બીડું છું).
પાઠ અને સ્થૂળ અર્થઘટન નક્કી કરવાની જાળમાં આ જીવ જકડાયેલો છે– સૂક્ષ્મ અર્થ અને તેથી આગળ અનુભવ : એ તો હવે પછીને ખપે. તમે જે ચાવીએ ઉકેલો છો, તેને માટે નક્કર ભૂમિકા પૂરી પાડવી એ અમારું કામ.
મુંબઈના મારા મિત્ર બળવંતભાઈ પારેખે તેમના ટ્રસ્ટ તરફથી ભાઈ નિરંજન રાજયગુરુને સૌરાષ્ટ્રના પસંદ કરેલાં કેન્દ્રોમાંથી જૂની પરંપરાવાળા ભજનિકો પાસે ભજનો ટેપ કરી આપવા છ માસ માટે ખર્ચનો પ્રબંધ કરી દીધો, તેથી કેટલુંક– કરવાના કામના ઢગની દૃષ્ટિએ તો થોડુંક જ – કામ થયું. નિરંજન
४८
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org