________________
(૧૫૭)
અમદાવાદ
૨૩-૯-૯૯ મકરન્દભાઈ,
તરુ કજારિયાનો તમારા અમેરિકાના પ્રવાસનો અહેવાલ વાંચ્યો. ત્યાં કાર્યક્રમ, મિલનો સરસ રહ્યાં હશે. સ્વાથ્ય જળવાયું હશે. અહીં આવી ગયા પછી પણ તબિયત ઠીક રહેતી હશે. જણાવશો. કુંદનિકાબહેનને પણ પ્રવાસમાં બધી અનુકૂળતા રહી હશે. મારી તબિયત સુધરી હતી, પણ પંદરેક દિવસથી શરદી અને પછી કફના ઉપદ્રવથી ખોરાક ઘણો ઘટી જતાં અશક્તિથી ઘરમાં જ નિત્યકર્મ પૂરતી થોડીક હરફર કરી શકું છું. દેશી દવાથી થોડોક ફાયદો લાગે છે. પંદરેક દિવસમાં સારું થશે એવી આશા છે. બહાર નીકળવાનું તદ્દન બંધ છે. લખશો. ચંદ્રકળાને ઠીક છે.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org