________________
મૂર્ધાનં દિવો અરતિ પૃથિવ્યા
વૈશ્વાનર મૃત આ જતમગ્નિમ્ કવિ સમ્રાજમતિથિં જનાનામ્
આસન્ના પાત્ર જનયન્ત દેવાઃ
(ઋગ્વેદ ૬-૭-૧)
(ઘુલોકના શિરસ્થાને રહેવાવાળા અને પૃથ્વી પર વિચરનારા વૈશ્વાનર અગ્નિ ઋતના પ્રચાર માટે જ ઉત્પન્ન થયા છે. કવિ, સમ્રાટ, મનુષ્યોના અતિથિ અને મુખ્ય રક્ષક તરીકે અગ્નિને દેવોએ ઉત્પન્ન કર્યા છે.)
વૈદિક પરિભાષાને જાણનાર તરત જ સમજી જશે કે આ વૈશ્વાનર અગ્નિ નાભિમાં પ્રગટ થતો પ્રાણાગ્નિ અને મસ્તકમાં પ્રકાશતો મૂર્ધન્ય જ્ઞાનાગ્નિ છે. તેને કવિ, સમ્રાટ અને અતિથિ કહ્યો છે કારણ કે તે વાણીનો ઉદ્ગાતા છે. સુપ્રકાશિત રાજેશ્વર સમો છે અને અતિથિ છે.ક્યારે અંતરને આંગણે ઝળહળી ઊઠશે, પ્રેરણાના અગ્નિરથમાં આવી ચડશે એ કહેવાય નહીં. વડ્ઝવર્થના શબ્દોમાં કહીએ તો Intimations of Immortality- અમરત્વની અતરંગ ગોષ્ઠિ, વળી અગ્નિને ‘પાત્ર’ કહ્યો છે. ‘પાતિ રક્ષિત આધેયં', જે એને ધારણ કરે છે એની એ રક્ષા કરે છે. આ અગ્નિ પ્રજાળતો નથી. રક્ષે છે, પોષે છે.
મસ્તકમાં આવેલા બ્રહ્મરન્ધ્રને ‘મૂર્ધજ્યોતિસ્’ કહેવામાં આવે છે. આ ઊર્ધ્વદ્વારે પરમવ્યોમમાં જે જ્યોતિર્મયી વાક્ પ્રગટ થાય છે તેને જ મૂર્ધન્ય સારસ્વતોએ ઉપાસી છે. આવા મૂર્ધન્યના ચરણે બેસવાનું આવે તોયે આપણા જેવાનાં મહા સદ્ભાગ્ય.
વેદમાં જેનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે તેને પ્રાપ્ત કરવાની તેજ-રેખા ઉપનિષદે દોરી આપી છે. ‘છાંદોગ્ય’ (૮-૬-૬), ‘કઠોપનિષદ' (૨૬-૧૬) અને ‘પ્રશ્નોપનિષદ' (૩-૬)માં તેનો ઉલ્લેખ છે.
૨૭૪
શતઐકા ચ હૃદયસ્ય નાડ્યઃ
તાસાં મૂર્ધનમ્ અભિનિઃસૃતા
એકા તયા ઊર્ધ્વ આયન્
Jain Education International
અમૃતત્વ એતિ વિશ્વક્ અન્યાઃ
ઉત્ક્રમણે ભવન્તિ, ઉત્ક્રમણે ભવન્તિ.
For Private & Personal Use Only
(છાંદોગ્ય, ૮-૬-૬)
સેતુબંધ
www.jainelibrary.org