________________
પરિશિષ્ટ-૯ (સંદર્ભ : પત્ર ૧૨૩) (ઉદ્દેશઃ ડિસેમ્બર ૧૯૯૭)
સિદ્ધ સારસ્વતોને પગલે શબદમેં જિનકું ખબર પડી. – અર્જુનભગત એક શબ્દ મારા મનનો કબજો લઈ લીધો છે. એ શબ્દ છે “મૂર્ધન્ય'. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પત્ર આવ્યો કે “આ વર્ષે મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે તમારું સન્માન કરવું નક્કી થયું છે', ત્યારથી આ મૂર્ધન્ય’ વિષે મનન ચાલે છે. સામાન્ય રીતે મૂર્ધન્ય એટલે અગ્રગણ્ય, શિરોમાન્ય. મૂર્ધન્યને આટલી ઊંચી પદવી આપતાં, કક્કાનો ચૌદમો અક્ષર પણ મૂર્ધન્ય છે તે યાદ આવી જાય છે. મૂર્ધન્ય ગણાતા જીવને જાગ્રત કરવા માટે જ આ કક્કો ઘૂંટવામાં આવ્યો હશે. આજે તો વેદ, ઉપનિષદ, ગીતા અને યોગશાસ્ત્રોમાં મૂર્ધન્યનો વિશેષ અર્થ થાય છે એ તરફ ધ્યાન દોરવા માંગુ છું. ઋગ્વદના બે જ મંત્રો લઈએ. પહેલા મંડલનોમૂર્ધા દિવો નાભિરગ્નિઃ પૃથિવ્યા
અથાભવદરતી રોદસ્યો, તે ત્વા દેવાસોડજનયન્ત દેવે વૈશ્વાનર જ્યોતિરિદાર્યાય.
(ઋગ્વદ, ૧-૫૯-૨) વૈશ્વાનર અગ્નિની સ્તુતિ કરતાં ઋષિ કહે છે કે આ અગ્નિ ઘુલોકનું મસ્તક છે અને પૃથ્વીની નાભિ છે. એ છે ઘુલોક અને પૃથ્વીનો સ્વામી. સર્વ દેવો તારા દેવસ્વરૂપને પ્રગટ કરે છે. તે વૈશ્વાનર, તે આર્યોને માટે જ્યોતિનો માર્ગ પ્રગટ કર્યો છે.
ઋગ્વદના છઠ્ઠા મંડલનો એક મંત્ર આ જ વસ્તુને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે :
વસ્થા
* તા. ૧૩ નવે. '૯૭ના રોજ નંદિગ્રામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી
મૂર્ધન્ય સાહિત્યકાર તરીકેના સન્માન પ્રસંગે આર્વેલું વક્તવ્ય.
સેતુબંધ
૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org