________________
પણ આમ આડેધડ, અડંગ—ધડંગ, સંગત—અસંગત—વિસંગત વિચારો ટપકાવવાનું તમારા તરફથી ધક્કો વાગ્યો એટલે થયું. આ તો બેચાર રૂબરૂ ગોષ્ઠીઓનો વિષય છે. વળી, મારું સ્વભાવઘડતર અને આસ્થાઓ, અને તમારું ઘડતર, આસ્થાઓ અને અનુભવો એમની વચ્ચે જે કેટલુંક અંતર સહેજે છે તે પણ અલગઅલગ ભોંય પર ઊભા રહીને આપણને વાત કરવા પ્રેરે. તેમ છતાંયે આપણે જાણીએ જ છીએ કે મનનું ખુલ્લાપણું કેટલેક અંશે આપણી સમજ વધારવામાં કે તેને ચોખ્ખી કરવામાં સહાયક થતું જ હોય છે.
તમારા હમણાંના અનુભવને લગતી અને તેને નિમિત્તે કેટલીક વિશ્રંભવાર્તા કરવા માટે તમે મને પાત્ર ગણ્યો તેથી તમારા ‘આત્મીય ભાઈ' એ સંબોધનને અર્થનો નવો પુટ મળ્યો છે !
કુશળ હશો.
સેતુબંધ
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૧૫૫
www.jainelibrary.org