________________
તરીકે, સમજના દ્વાર બંધ હોય તો જ ઘટાવી શકાય. ટૂંકમાં પોતાને કશી ‘પેલે પાર’ની અનુભૂતિ ન થઈ હોય તો પણ, એવી અનુભૂતિ હોય છે અને અનેકને થઈ હોય છે કે થતી હોય છે.એ ખુલ્લા મન વાળો સહેજે જોઈ શકે. અંધશ્રદ્ધા, શ્રદ્ધા, આસ્થા, માન્યતા, ભ્રાંતિ, અંગત અનુભૂતિ, અન્ય સાથે ‘અપર' કે પરમના અનુભવની સહભાગિતાએ પ્રત્યેક પરસ્પરથી અલગ એવી વાસ્તવિકતાઓ છે. તેમની ભેળસેળ થઈ જવી—કરવી સહેલ છે, પણ હકીકતે એ દરેકનું અલગ અલગ ક્ષેત્ર છે. બધા શક્ય ઊહાપોહ પછી, આપણને થયેલા કોઈ અસાધારણ, બુદ્ધિ માટે અગોચર, એવા અનુભવની વાસ્તવિકતા નકારી શકાય તેમ નથી. આપણા યુગનાં પરિબળો, બચપણથી જે વિચારો—માન્યતાઓના પ્રભાવ નીચે આપણું મન ઘડાતું આવ્યું છે તેમાં બદ્ધતા, રજસ, તમસની બોલબાલા— આ બધું આપણા ચૈતન્યને માટે સ્વ-રૂપના સંસ્પર્શની આડેના અંતરાયો છે. એ અંતરાયોથી મુક્ત હોય એવી ક્ષણો સામાન્ય માણસને માટે પણ લભ્ય હોય છે.
આ તો અનન્ય અનુભૂતિની ‘૫૨મ’ સમીપે હોવાના અનુભવની વાત થઈ. પરંતુ નિત્યના વ્યવહારના અનુભવોમાં પણ અન્યની સાથે સચેતન તેમજ અચેતન સાથે ભાવનું તાદાત્મ્ય Empathy અનુભવવું એ પ્રત્યેક માટે સર્વસામાન્ય ઘટના છે – જે હકીકત ચૈતન્યની, દેહરૂપે આશ્રયની ભિન્નતા હોવા છતાં, એકતા હોવાનો પુરાવો છે— ચેતન—અચેતનના ભેદના કોઈક કક્ષાએ થતા વિગલનનો. જન્માંતરની, પરલોકની મારી સમજ તદ્દન ધૂંધળી છે અને એ અંગે હું સંશયાત્મા છું.
1
છેવટે ભાષાની વાત. વાણી વ્યવહારજીવનનું, સમાજજીવનનું, જીવન ટકાવી રાખવા માટેનું સાધન છે – એ રીતે એ વિકસી છે. તેમ છતાં નિત્યના સામાન્ય અનુભવની બહારના અનુભવો, સાહિત્યનો-કલાનો અનુભવ, આધ્યાત્મિક અનુભવ–યૌગિક—અનુભવ એને પણ વ્યક્ત કરવા—અવગત કરવાની તેમાં ક્ષમતા છે. જો કે પરાત્પર અનુભવ માટે જાણકારોએ કહ્યું છે— ‘યતો વાચો નિવર્તન્ને અપ્રાપ્ય મનસા સહ' (અભિનવગુપ્તે સવિસ્તર દર્શાવ્યું છે.) ‘બાવનબાહરો’, અક્ષરથી મુક્ત બનતાં નિરક્ષરને પહોંચાય વગેરે વારંવાર કહેવાયું છે. વૈખરી, મધ્યમા ઉપરાંત પશ્યતી અને પરા એવા વાણીના પ્રકારોમાં, છેલ્લા બેને ‘વાણી’ ગણવા કે કેમ એ પણ પ્રશ્ન છે : એ ‘અર્થ’નો સંકેત કરે કે એને વ્યક્ત કરે ? જો કે આ પણ શબ્દોની લીલા થઈ, જે આપણને ગૂંચવ્યા જ કરે છે.
સેતુબંધ
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org