________________
(૧૧૭)
તા. ૮-૮–૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમારા બંને પો.કા.મળી ગયાં છે. હરિહર કવિની ઉક્તિ “સ્વાધીનીકૃત– શુદ્ધબોધ–' મનમાં વસતાં “સ્વાધીનકુશલા : સિદ્ધિમન્તઃ' યાદ આપી ગયું. પત્રપ્રકાશન માટે સંમત થયા, તેનો આનંદ. ટપાલમાં મોકલવાની જરૂર નથી. ભરતભાઈ કે હર્ષદ ત્યાંથી આવવાના છે, તેમને લખું છું. એ લેતા આવશે. ઇશા યુરોપના પ્રવાસથી ૧૬મી એ આવી જશે. પછી પસંદગી, પ્રેસકોપી વ.નું કામ ઉપાડીશું. હિમાંશીને કેવીક અનુકૂળતા છે એ પૂછી જોઈશ.
હરપ્રસાદ શાસ્ત્રીનું પુસ્તક મારી પાસે નથી. રાહુલ સાંકૃત્યાયન સંપાદિત : દોહા-કોશ' છે. તમારી પાસે ન હોય તો મોકલી આપું. ખાસ સરહની કવિતા મૂલ, ભોઢનુવાદ ને હિન્દી છાયા છે. અપભ્રંશ ભાષા–પ્રયોગો વિષે પણ તારણ છે.
મારે તો ખાસ કન્ડપા વિષે જાણવું છે. તેમનું “કપાલતંત્રને તેની સાધના–પદ્ધતિ વિષે મારે ક્યાંક લેખિત આધાર હોય તો જોઈએ છે. સિદ્ધો પાસેથી સોનું મળે છે, તેમની જ પ્રસિદ્ધ રચનાઓ સાથે મેળવી જોવું છે. વધુ પછી. ચન્દ્રકળા બહેનને વંદન.
મકરન્દ
સેતુબંધ
૧૭૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org