________________
૧૮૦
(૧૧૮)
આત્મીય ભાઈ,
તમે હરપ્રસાદ શાસ્ત્રીના ‘બૌદ્ધગાન ઓ દોહા' હોય તો મોકલવા લખ્યું ને હું રાહુલ સાંકૃત્યાયનનો ‘દોહાકોશ’ લઈને બેઠો. એક જોતાં આ સારું થયું. આ સંગ્રહમાં સરહ ઉપરાંત વિનયશ્રી સુમયિ અને કણ્ડપાનાં ગાન પરિશિષ્ટમાં આપ્યાં છે. એમાં ‘કાન્તિલ’નામ, જાલન્ધરિ ગુરુ અને શિવ— ઉપાસનાનો ચોક્ખો ઉલ્લેખ મળે છે. ‘હેરુઅરખ' ધરી કાન્તિલ નામઈ’ એ ઉક્તિમાં બૌદ્ધ વજસત્ત્વ, હેવજ, સાથે સાથે અહીં ખાંગધારી, મસાણવાસી, ભૈરવ પણ બિરાજમાન છે. આખું પદ ઊતારી આપું' :
‘બેંગ્નિ ભવ પાંજર તોડિય હેલે, સો કરુણ બેલમાઠઇ લીલે. ડમરુહિ હુંકારે બાજઈ, વજ્ર, યોગિનિ લેઈ હેરુઅ નાચઇ. (.) ફર્ડિઅ ગણ ચામ પસાહિઉ, ભૈરવ કાલરાતિતણે પાડિઉ. વામે ખટાઙગ દહિણ કરે ડમરું, નાચઈ હેરુઅ આલમ્બઈ કમલુ. ટરિય મેરુ તરન્તરુ મમ તાકિઉ, આઠ મસાણ પઅ ભે ચાપિઉં. યાસુ પયભાર મેદિનિ કાંપઈ, હેરુઅરઅ ધરિ કાન્ડિલ નાચઈ. સન બસિંહ રે તથતા પાહારી, બોહ ભારિ લઈ સજ રાઅ ફરી ધૂમઇ નાચઈ બઈસ પરવિભાગ, સહજે નિદાલૂ મોર કાન્તિલ લાગ ચેબઈ ન બેબઈ ભન નિંદા ગેલા, સબ ન મૂકલ કઉ સુહ સૂતલા ! સાંઅણે દેખિલહં ચૂ તિદુષણ સુનો, ઘોરિ પડઈ ખવાગમને વિહૂગિર, સાખિ કરહુ ગુરુ જાલન્ધરિ બાજ, મોહે ન બુઝઈ પણ્ડિય ખા (જ) સદ્ગુરુ વએણા, મૂલ સુન્ન બાપ્પ સ એલ વાસણા.’
તમારી પાસે આ દોહાકોશ હોય તો (પાનું ૩૬૯) પાઠ તપાસી જોશો. મારા અક્ષર ને વળી બેધ્યાનપણું અર્થને મારી ન નાખે પણ મરડી નાખે એવું બને ખરું.
Jain Education International
૮ ઑગસ્ટ ૯૭ નંદિગ્રામ
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org