________________ તમારા પત્રનો જવાબ લખવા બેસું ત્યાં પાંચ પુસ્તકો-પાંચ દીવા ચેતાવી ગયા. થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે. ઋચામાધુરી, કાલિદાસવંદના, કૃષ્ણકાવ્ય, ભારતીય સંસ્કાર પરંપરા અને આપણે તથા ભાષાસાહિત્યનું પ્રાણસંકટ-આ બધાં પુસ્તકોમાં ચેતનાની ઉપાસના અને જ્યાં જ્યાં ચેતન હણાય છે ત્યાં ઉપજતી ચિંતા જોઈ શકું છું. ભાઈ, તમે એક નવી કેડી કંડારી આપી છે. હવે તેના પર યાત્રીઓ પગલાં માંડતા થાય એ જોવા હું ઝંખું છું. (મકરંદ દવે, પત્ર-૫) આજે ભજનરસ, તપોવનની વાટે તથા ગર્ભદીપ મળ્યાં. ‘ભજનરસ'માં તમે મોટું કામ કર્યું છે. અમુક ભજનના પ્રવેશદ્વારથી તેના લગોલગના, માલખજાના ભરેલા ઓરડાઓમાં તમે ડોકિયું કરાવ્યું છે - અક્ષય ભંડાર ખોલી આપ્યો છે. આ દિશાનાં દર્શન કરવાની મારી વૃત્તિ જાગી, તે હમણાં જ કેમ જાગી ? એવા પ્રશ્નનો કશો સીધો ખુલાસો ન મળે તો ધામિર્ક પરંપરા પ્રમાણે સત્કર્મના ઉદયને જશ આપવામાં એવો કશો ‘બુદ્ધિકોહ’ થતો લાગતો નથી ! (હરિવલ્લભ ભાયાણી, પત્ર-૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org