________________
(૧૧૫)
અમદાવાદ
તા. ર–૮–૯૭ મકરન્દ્રભાઈ
- ૩૧-૭નો પત્ર મળ્યો. તમારા “રામ”ને નામે હું પણ તરું તો તેનો કાંઈ ઓછો આનંદ થાય ? મારું ઘણુંબધું અવ્યવસ્થિત છે. તમારા પત્ર”૮૮થી આજ સુધીના જેટલા જળવાયા છે તે સમયાનુસાર ગોઠવી રાખ્યા છે – ઘણાખરા જળવાયા છે એમ માનું છું. તો તે તમને કઈ રીતે પહોંચતા કરું? રજિસ્ટર્ડ ટપાલનો પણ વિશ્વાસ રાખી શકાતો નથી. આંગડિયાનું પણ ઠેકાણું નથી. જણાવશો. હું ભાઈ સુરેશને પણ આ પત્રવ્યવહાર, યોગ્ય રીતે સંપાદિત થઈને પ્રકાશિત કરી શકાય તે સંબંધે વાત કરીશ.
મારી પાસે ભાઈ પ્રબોધ પરીખના ઘણા વરસોથી લખાયેલા, રોજબરોજના જીવન, મુક્ત વિચાર–ઊહાપોહ કવિતા–ચિત્ર વ.થી સભર પત્રોનો ઢગ છે. વચ્ચે મેં વિચાર્યું કે પુસ્તિકા રૂપે એ પ્રકાશિત કરી દઉં. પણ સંપાદન સમય યા સરસ્વતીનું વરદાન મળ્યું જ મેળવી શકાય.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org