________________
નથી. ખળું તો પાક્યું પણ પોઠ ભરીને હાટે—બજારે લઈ જનારા ક્યાં ? એ ય આવશે એવી ધરપત રાખી ગોદામ ભરવામાં પડ્યો છું.
એકાદ મહિનાથી ‘સમકાલીન'માં લેખમાળા શરૂ કરી. આજની પરિસ્થિતિનાં ડહોળાં પાણી અને મૂળની સાચી, ચોખ્ખી સરવાણી બતાવવા માગું છું. રવિવારે છપાય છે. કેટલેક અવાજ પહોંચશે કે કાને જ નહીં પડે, આ હોકારા-પડકારા ને ઢોલ-ત્રંબાળની ગાજવીજમાં. પણ આપણે તો જીવતાં લગી ‘ઝૂલણ મોરલી’ વગાડયે રાખવાની. ‘We are the music, while the music lasts.' હમણાં બાળકોનો ‘ગ્રીષ્મ શિબિર' બહુ આનંદે ઊછળ્યો. જનક દવે,સૂરજ રામાવત વ. મિત્રો આવેલા. થોડાં ફૂલો ખીલે, ઝૂલે, મહેંકે તેનો આનંદ છે, બાકી ગીધડાં ને ગંદવાડનો પાર નથી. ‘કાલાય તસ્મૈ નમઃ'.
તમે પ્રસ્તાવના વાંચી લો પછી રમણલાલ જોશીને મોકલી આપશો ? તેમને ઘણા સમયથી કાંઈ મોકલી શક્યો નથી. ‘ઉદ્દેશ'ના છેલ્લા અંકમાં રસકસવાળાં ફળોને બદલે કાવ્યોનાં ફૂદડાં વધુ જોયા. આજે વાડી ઉછેરવી મુશ્કેલ છે. ચાલો, હિરવંદના કરી રજા લઉં. અવકાશે લખતા રહેશો. કુન્દનિકા પ્રણામ પાઠવે છે.
૧. પાછળથી ‘વિશ્વચેતનાના વણઝારા' એ પુસ્તકરૂપે પ્રકાશિત.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દ
૫૯
www.jainelibrary.org