________________
૬૦
(૩૯)
મકરન્દભાઈ,
સાન્તાક્રુઝ ઉત્પલ, કલ્યાણી, ઋચા સાથે ત્રણ અઠવાડિયાં રહીને અમે બે દિવસ પહેલાં અહીં પાછાં આવી ગયાં. ત્યાં ‘સમકાલીન’માં અને ‘પ્રવાસી'માં તમારા લેખો જોતો ત્યારે તમારો ભાવવાહી, અર્થવાહી સૂર હમણાં કેટલાક સમયથી મને ન સાંભળવા મળ્યાની ખોટ અનુભવતો. ત્યાં રહ્યો તે દરમિયાન મિત્રો—સ્નેહીઓને મળવાનું, ફાર્બસ સભાનું અને લખવાવાંચવાનું તો ધાર્યા પ્રમાણે થયું જ, પણ છેલ્લા ચાર છ દિવસ કશીક ઉદાસીની, આછી ખિન્નતાની ભાવછાયા, એમ જ, મન પર છવાતી રહી– સામાન્ય રીતે સ્વસ્થ રહેતા મારા ચિત્ત માટે આ કાંઈક અસહજ હતું. ‘ધર્મ’ની ગ્લાનિ અને ‘અધર્મ’નું ઉત્થાન એ આમ તો શ્રીકૃષ્ણનો ‘ચિન્તા’વિષય, પણ આપણી અંદરના શ્રીકૃષ્ણને પણ સળવળાટ કર્યા વિના ન રહે એવી અત્યારની પરિસ્થિતિમાં મેં ખુલાસો શોધ્યો. અહીં આવ્યા પછી ૪૨-૪૪ના તાપમાને અંદરના તાપમાનને પુષ્ટ કર્યું. ઢીલમાં પડેલાં કામો હાથ પર તો લીધાં, પણ વચ્ચે વચ્ચે મન સૂનું પડી જતું, નિષ્ક્રિય પડ્યા રહેવાનું થતું. એમાં આજ ચારેક વાગ્યે અપભ્રંશ વ્યાકરણનાં પ્રૂફ સુધારી રહ્યો હતો, ત્યારે ‘ટપાલ આવી છે કે નહીં તે જોવાનું રહી જ ગયું' કહેતી ચંદ્રકળાએ દરવાજો ઉઘાડ્યો અને તેમાં તમારો પત્ર મળ્યો. આજની મારી બપોર સુધરી ગઈ ! શીતળ લહેરખીએ ત્રિવિધ તાપને કાંઈક ખાળ્યો. મારાં દાદીમા જે કહેવત કહેતાં ‘નૈ સંદેસો (વિસર્ગ જેવો સકાર), નૈ સાંઈ, તમે ન્યા ને અમે આંઈ' એવી સ્થિતિ આપણી વચ્ચે હમણાં હતી, તેમાં તમારી સ્ફુર્તિ હમણાં ઓછી રહેતી હોય એમ ધારી તમને લખવાનું મારા મનમાં હતું જ. પત્ર સાથે ભગવાનદાસ પટેલના પુસ્તકની તમારી સરસ પ્રસ્તાવના પણ મળી; એ વાંચીને ૨મણભાઈને ફોન પર ખબર આપી દીધી છે. મારા પત્રમાંથી તમે કશુંક ટાંકો એ પૂરા હકથી અને સાર્થક જ હોય— એમાં તમારે પૂછવાકરવાનું ન જ હોય. તમારા સ્નેહપૂર્ણ સંબોધન ‘આત્મીય ભાઈ’માં એ સહેજે ગૃહીત થઈ જાય છે. સદ્ભાગ્યે ભગવાનદાસે નિષ્ઠાથી કરેલા કામને વિવિધ દિશામાંથી અનુમોદન મળી રહ્યું છે. અકાદમીએ રામાયણવિષયક ભીલી કાવ્ય પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું
સેતુબંધ
Jain Education International
અમદાવાદ
તા. ૯-૬૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org