________________
અંકમાં મેં J. Honda ના Vedic Literature માંથી કાવ્યનિર્માણ, કવિતા અને કવિ વિશેની પ્રમાણભૂત માહિતી અનુવાદરૂપે રજૂ કરી છે. આજના સંસ્કૃત વિદ્વાનોનો અભિગમ મૂળને આધારે તથ્યો તારવી આપવાનો હોય છે. ઊંડો મર્મ કે રૂપકાત્મક અર્થ તેમના ગોચરની બહારનો. તો પણ અમુક સ્તરે એ ઉપયોગી છે, અને અતીતનું મિથ્યા ગૌરવ કરવાથી કે અર્વાચીન “સિદ્ધિઓ વેદોમાંથી ખોદી કાઢવાથી તે આપણને બચાવે છે.
હરીન્દ્રના ગયાથી ખરે જ આપણા સાહિત્ય, પત્રકારત્વ અને સંસ્કાર ક્ષેત્રે–વિશેષે મુંબઈના–મોટી ખોટ પડી. ઘણા પ્રેમાળ, સજ્જન, નમ્ર.
“મિ'માં પ્રકાશિત તમારી કંડિકાઓ મુંબઈમાંથી મેળવવા પ્રયાસ કરીશ. લખવાનું ચાલુ હશે.
વચ્ચે ભાઈ જયંત તમારે ત્યાં ડોકિયું કરી ગયા. નિરંજને પણ લખ્યું હતું કે તે તમારી પાસે આવી ગયા.
સ્વાથ્ય ઠીક રહે છે? વંટોળ હર્વે સાવ શમી ગયો હશે. સુરેશ તરફથી તમારી સમગ્ર કૃતિઓ પ્રકાશિત કરવાની યોજના આગળ વધી ? હમણાં ભાઈ સુરેશ અહીં મળ્યા હતા, પણ પૂછવાનું મને ન સૂઝયું. કુંદનિકાબહેન પણ મજામાં હશે.
હ. ભાયાણીના નમસ્કાર
૧૧૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org