________________
આત્મીય ભાઈ,
ત્રિપુટીને ત્રાગડે
વેદના પીડતી અંગે, વ્યંગરૂપે રસી કાઢો । ડાઘાડૂઘી પડ્યા રંગે, મન ચંગે ઘસી કાઢો । ગટરો છો બની ગંગે, ધોધ થઈ ધસમસી, કાઢો । જાંગલાઓ ચડ્યા જંગે, દેખાડી આરસી, કાઢો । હોબાળા છે હર પ્રસંગે, હરિવલ્લભ, હસી કાઢો । ભાયાણી, એક ભૂભંગે કથીરાંને* કસી, કાઢો ।
કવિડાંને ?
(૮૧)
પાછળનું જોડકણું તો પુસ્તક મળતાં જ ટપકી પડેલું.
આજે ‘ઉદ્દેશ’ મળતાં લેખ વાંચી ગયો. ભાઈ, કવિતાનું ગોમુખ કે તેની ગંગોત્રી કેવાં હોય તે આજના કવિજીવ કદી ભાળશે ?
૧. ‘ત્રિપુટી’ લે. ડૉ. ભાયાણી.
સેતુબંધ
Jain Education International
તા. ૨૧-૬-૯૫
For Private & Personal Use Only
મકરન્દ
૧૧૭
www.jainelibrary.org