________________
(૮૦)
અમદાવાદ
તા. ૧૮-૪-૯૫ મકરંદભાઈ,
તમે મોડું લખવા માટે માફ કરવા લખ્યું, તો મારે તો તમારી ત્રણચાર ગણી માફી માગવી પડશે. એક તો મેં પણ આજ લખું, કાલ લખીશ કરતાં ઘણા દિવસ કાઢી નાખ્યા. એથી મોટો ગુનો તો એ કર્યો કે હું – અમે મુંબઈ જઈ આવ્યા – ૭મી માર્ચ થી ૨૦ માર્ચ – પણ નંદિગ્રામનું ગોઠવાયું નહીં. પી.વી.કાણે સુવર્ણચંદ્રક (સંસ્કૃતના પીઢ વિદ્વાનને ત્રણ વરસે અપાય છે), તે મને આપવાનો કાર્યક્રમ ૯ માર્ચે મુંબઈમાં રાખ્યાનું જણાવતો ૨૦મી ફેબ્રુ.નો ત્યાંથી લખાયેલો પત્ર મને ૨૮મી એ મળ્યો ! રિઝર્વેશનનું તરત ગોઠવવું પડ્યું. મુંબઈ મે માસમાં, પૌત્રીને રજા હોય અને અહીં ગરમી હોય તેથી, જવાનું રાખ્યું હતું, પણ અચાનક જવાનું થયું, એટલે પછી દસ બાર દિવસ ત્યાં રોકાઈ ગયાં. હવે મુંબઈથી કલ્યાણી અને ઋચા અઠવાડિયા માટે અહીં આવે છે અને ૯મી–૧૦મી મે લગભગ અમે સાથે મુંબઈ જવાનું નક્કી કર્યું છે. ત્યાંથી મેના અંતમાં પાછા ફરવા વિચાર્યું છે.
મુંબઈમાં મને સહેજ કફની તકલીફ હતી, તે અહીં આવ્યા પછી થોડીક વધી. એક દેશી દવા લેવી શરૂ કરી છે, પણ મારી કામ કરવાના પ્રમાણ અને સમયની ભારે અનિયમિતતા અને ચાલુ ગળ્યું તળ્યું થોડું થોડું પણ ખાધા કરું છું, તેથી “ગણ' ક્યાંથી થાય ? સંભાળ રાખવાના સંકલ્પને હવેથી વળગી રહેવા મથીશ. આ કારણે બહાર નીકળવાની છૂર્તિ નથી રહેતી.
તમે તમારા પત્રમાં નવનવા તાર કાંત્યા છે ! કસ્તુરચંદનો “થાહો” અને ભદ્રાનો ઉત્તર (“મનઅંકુશ કુલહાથીયો રાખે આપોઆપ') એના જૂના સગડ મારા જોવામાં આવ્યા નથી. “ચઉબોલા” પૂરી થયા પછી, મનમોજે ભદ્રા વિશે નવા અક્ષર જરૂર માંડો : પણ સ્વાથ્યની જાળવણી પ્રથમ બુદ્ધિલક્ષણમ્. ફાર્બસ સભા તરફથી પુનર્મુદ્રિત સિં.બ.ના બે ભાગ તમને મોકલવા સૂચના આપેલી. ન મળ્યા હોય તો જણાવશો.
હમણાં એક સાથે મારી પાંચસાત ઘોડાની અસવારી ચાલે છે. તમે જાણો છો તેમ કાંઈક નવું સૂઝે પછી રહી શકાતું નથી. આ વખતના ‘ઉદ્દેશ'ના સેતુબંધ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -