________________
(૫૨)
મકરન્દભાઈ,
૧‘ઉજાગરી’ આજે મળ્યું. બાહ્યાકાર–ચહેરોમહોરો– પણ મુક્તકનો. મુક્તકો માણ્યાં, એમના સ્ફુરવાફૂટી ઊઠવાની દાસ્તાન પણ માણી અને માનવીય સંદર્ભ પણ. ‘પણ ક્યાંક એના હોઠની લાલી અડી ગઈ, ખરે, આ વાંસળીમાં એના લયનો સૂર લાગે છે !– એ પંક્તિઓ વાંચી, માત્ર સાહચર્યથી જ, એક પ્રાચીન ગેય રચનાનું સ્મરણ થયું. બારમી શતાબ્દીમાં કલ્યાણના રાજવી સોમેશ્વરે રચેલ ‘માનસોલ્લાસ’ (કે ‘અભિલષિતાર્થચિંતામણિ’)માં ‘સંગીતવિનોદ’ પરના પ્રકરણમાં કેટલાક સંગીત–પ્રબંધોનું નિરૂપણ કર્યું છે, અને તેનાં ઉદાહરણ સ્વરચિત છે. તેમાં એક ઉદાહરણ, મૂળે હસ્તપ્રતોમાં તદ્દન ભ્રષ્ટ રૂપે મળતું, અને સંપાદકને જેનું મોંમાથું બેઠું નથી, જેની મેં પુનર્ઘટના કરી છે તે નીચે પ્રમાણે છે (ભાષા પ્રારંભની ‘બ્રજ’ ઉત્તર પ્રદેશીય કે અપભ્રંશોત્તર છે) :
અવ્યો ! ડોગર—કણિએ (મેખલા) વાજિયા નાદુ સમ્મઇ । (સંભળાય છે)
દીસઇ કાલા હિરેણું ||
વેલેં ઘૂવિ (?) સીંગ-નાદુ ।
છંદે બહુરિ વાજઇ ।
ગોવર્ધનગિરિ-કંદરુ ગાજઇ ||
અમદાવાદ
તા. ૧૧-૬૯૪
દેવઇનંદણ (દેવકીનંદન) કન્હડઉ
રૂપે સલોણા સાંવલિયા
ગોઉલિ (ગોકુળમાં) બાલિયાં
પડિહેં નયણાં રન્નિહિં (અરણ્યમાં) કરેઇ વાઉલિયાં (બાવરી).
Jain Education International
૧. એ નામનો મુક્તકસંગ્રહ - મકરંદ દવે, પ્રકા. નવભારત, ઇ. ૧૯૯૩.
સેતુબંધ
For Private & Personal Use Only
૭૯
www.jainelibrary.org