SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નિજનિજને રંગે રંગાઈ કદી સ્થાયી, કદી રંગ બદલતી વિસરાતી ને ફરી ડોકાતી ? (વેદવચન છે યાદ ? ‘રૂપ રૂપ પ્રતિરૂપો બભૂવ.') ભીતરનાં જળ ડહોળીડખોળી ઊડ્યા કરતો પ્રશ્ન એક : અણગણ એ છબીઓને થર પ્રોવાયા “હું”ને કેમ કરી હું ખોળું, પ્રીછું (ખોળનાર “હુયે વળી કોણ ?) સદા ‘રસિક' પણ સદા પજવતા, સદા અનુત્તર, અજરઅમર આ પ્રશ્ન ! કોણ ન જાણે ?ગંગા એ તો અવિરત વહેતો ક્ષણક્ષણનો નવતર જળઘ છતાંયે, તેમ છતાંયે ગંગા એ તો ગંગાઃ નહીં એ રેવા, જમના, તાપી, કાવેરી કે કૃષ્ણા. (માનવીનું મન વત્સ વિખૂટું સમાધાન-ધેનુનું શરણું શોધે !) ધ્રુવ-અધ્રુવ કે નિત્યાનિત્ય અનેક જ અથવા એક ? સ્મરું ઋષિની વાણીઃ કો અદ્ધા વેદ ક ઈહ પ્રવોચ” મનીષી, કવિ, આચાર્ય પ્રીછવેઃ ચિદ્વિલાસ કહો વા માયાલોક' ધન્ય કોઈ વિરલાને ફુરતો અટળ વસ્તુ-આલોક. સેતુબંધ ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibráty.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy