________________
પંચોતેર લગી ધરતીએ દેહભાર આ ધર્યો સહ્યોહા ! ભાવ કશો એ વાગોળું હું કટુમધુરો ને ખટમીઠો. રહી રહીને જવ જવ, કેવી ચિત્રવિચિત્ર, ડરામણી, લોભામણી, ગૂંચવણ-ગભરામણી, રળિયામણી, વળી દલિત-પીડિતને દમતીપડતી દાસસ્વામીની-કેટકેટલી ! નિજ મૂર્તિની ટોળીમંડળીઝાંખી ધૂંધળી, પ્રકટોકટ ને ભેળસેળિયા ચિત્રવીથી સમ ઊમડઘુમડ ઊમટતી ! સમયસમય અવિરત બદલાતી ચલચિત્રાવલિ ચિત્તચોપડે નોંધાતી કો ભૂંસાતી, કો ચીટકી રહેતી સાચી, મનઘડી, અરધપરધ વા (કઈ કઈ અસલી ? બનાવટી કઈ ?). વળી તુમેય ભઈ, ક્યાં નવ જાણે ? આ તો કેવળ એક જ ફાંટો, પ્રવાહ એક જ, એક અનેરું જૂથ નજર જરા ફેરવતાં ઊમટે બીજા ય આપણી મૂરતસુરતનાં કહે, કેટલા થોક ?ઇિતર, પરાયાં અને પોતીકાં દૂરનિકટનાં મળ્યાંહળ્યાં કે સુણ્યાંનિહાળ્યાંકેટકેટલાં પાસ આપણી ભાતભાતની કૈક મૂરત વરવી કે ગરવી
૨૫૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org