________________
ભલે, ભલે ભઈ ! એમ ભલે હો તો પણ, તેમ છતાંયે માણસમાણસનો કદી જીવ મળે કભી મન હળે કદી ઈતર-ભીતરનું, હું, તું, તે-નું ભાન ગળે ને ત્યારે શું પોતાનામાં સામો, સામાની ભીતરમાં પોતે નથી ભળાતો, નથી કળાતો અમને, તમને ? અંગત-સહિયારાનો આ કેવો અદબદ અજબગજબનો ખેલા- * કેટકેટલા ભારે ભેજાબાજે રેલાવ્યા પરસેવા : પણ છે ક્યાંય કશોયે ભેદભેદ-ઉકેલ ? .
ભાળું તુજ ભમ્મર ઊંચકાતી પ્રશ્નભાવમાંકેમ માંડ્યું આ તત્ત્વટૂંપણું ? ખૂટી ગયા શું નવે ય રસ ? શું છાઈ ગયો સૂનકાર ? બધું સૂમસામ ?' અરે ભઈ ! એવી પળો યે કદી કદી ક્યાં જીવતા જીવને હાલ, જૂને જુગ કે અધવચ્ચે (ને આજે તો દિન દૂનીને રાત ચૌગની) ના'વ્યા કરતી ? સતાવતી ના ?ના કશી અચરજ. પણ છે આ તો અકળવિકળ નિજમનની અળગી હલચલ. ડહોળે મનજળ વમળ ઊઠ્યાં એવઃ
સેતુબંધ
૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org