________________
કલ્યાણ કલ્યાણ સબ કહે, મૈં ક્યા કરૂં કલ્યાણ, જા ઘર સેવા શ્યામ કી, તા ઘર સદા કલ્યાણ. કલ્યાણ રાગ સો મહાબળી, સબ રાગ કો રાખત માન, સિંહલ* દેસકી પદમની, જપતી રાગ કલ્યાણ સુખ ઉપન્યો દુઃખ મીટ ગયો, ચૌદશ ભયો ઉજિયા૨, અંગો અંગથી ઉલટ્યો, જલ પ્રગટ્યો રાગ કલ્યાણ
આપણા નરસિંહનો ‘કેદારો’ તો જાણીતો છે. ‘વાગ્યેયકાર’ સંતો પાસે શબ્દ, પ્રાણ અને સૂરનો ત્રિવેણી સંગમ સાધવાની કળા હતી. તંત્રમાં તત્ત્વ (પૃથ્વી વ.), તેની સાથે પ્રગાઢ સંબંધ ધરાવતા બીજાક્ષર, બીજમંત્ર, આકાર, રંગ, છંદ, રાગ, વાઘ તથા ઉપાસ્ય દેવતા અંગેની સાધના પદ્ધતિ છે. આ વિષે કેટલુંક પ્રયોગાત્મક પાયાનું કામ થઈ શકે એમ છે. ‘નંદિગ્રામ‘માં એને ક્રિયાત્મક સ્વરૂપ આપવા માટે મેં જે ડોળિયું તૈયાર કર્યું છે તેની વાત વળી કોઈવાર. કુશળતા ચાહું છું. કુન્દનિકા વંદન પાઠવે છે. ભજન—વિદ્યાતીર્થનો ‘પ્રોજેક્ટ’ મેં હસુભાઈને મોકલ્યો છે તે સહજ.
* કુંડલિની + ઉલટ પ્રાણ-પ્રક્રિયા
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દનાં વંદન
૩૭
www.jainelibrary.org