________________
Taking any route, starting from anywhere At any time or at any season It would always be the same, you would have to put off Sense and notion. you are not here to verify, Instruct yourself, or inform curiosity Or carry report, you are here to kneel Where prayer has been valid.
[Four Quartets, Little Gidding 1] (તમે આ બાજુ આવ્યા તો, ગમે તે મારગ પકડી, ગમે ત્યાંથી આરંભ કરી, ગમે તે સમયે કે ગમે તે મોસમમાં હંમેશાં તે એકસરખું જ હશે.
તમારે છોડવાં જ પડશે. સમજણ અને ખ્યાલો, તમારે અહીં નથી
ચકાસવાનું. નથી જાતને બોધ આપવાનો, નથી કુતૂહલ
પોષવાનું કે અહેવાલો પહોંચાડવાના, તમારે ઘૂંટણિયે
પડવાનું છે જ્યાં પ્રાર્થના સદા રહી છે પ્રમાણભૂત.)
આ કાવ્યમાં બુદ્ધિને તાળું મારવાની, તર્કને તિલાંજલિ આપવાની કે જિજ્ઞાસાનું ગળું ઘોંટવાની તરફેણ કરી હોય એમ લાગશે, પણ જીવન અને જગતને સમજવા માગતા મનુષ્ય અંતે ગમે તે મારગે ગમે તે સમયે, એક અચિંત્ય ગહન તત્ત્વ સમક્ષ આવીને ઊભા રહેવું પડશે. તેની અનુભૂતિ આગળ અભિવ્યક્તિનાં સાધનો ખરી પડશે અને મીટ માંડનારો મનુષ્ય જ આ મહામહિમાવાનમાં લયલીન બની જશે. ત્યારે આ અનુભૂતિનું સાક્ષી કોણ ? માણસને છાતી પર હાથ મૂક્યા વિના છૂટકો નથી, અને પછી જે શબ્દો સ્લરે છે એ તો હૃદયગુહામાંથી ઊઠતા પડઘા જ હોય છે, પછી એ ઋષિની મંત્રવાણી હોય કે મહાકવિનાં માનસ સંતાનો હોય.
જ્યાં પ્રાર્થના સદાય પ્રમાણભૂત હોય છે એવા એલિયટના શ્રદ્ધાન્વિત ઉગારમાં સંત જન ઑફ ધ ક્રૉસની સરવાણી વહી આવી છે. સંત જનનું સેતુબંધ
૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org