________________
(૯૩)
અમદાવાદ
તા. ૧૭–૮–૯૬ મકન્દભાઈ,
“કર્ણિકા'માં તમારા આશીર્વચનમાં જે કબીરની પંક્તિઓ ઉતારી છે– નયનન કી ઝાંઈ બને' તે તો અદ્ભુત ! ભલે એ ગેબી શબદ હોય, પણ કાવ્યનાં શબદમાં પણ એનો સ્પર્શ હોય જ.
એક જૈન પ્રાકૃત ચરિતકાવ્યમાં નીચેની ગાથા વાંચી – ઉ—ક્ષા નવીન
જલનિહિ–જલ–દ્રોણીએ, સૂરો અસ્થમણ–સમય–સંપત્તો જીવાણમાઉ–મિણણી, ઘડિયા મુક્કા વ પડિહાઇ”
અસ્તકાળે જળનિધિની જળ–દ્રણીમાં ઊતરતો સૂરજ પ્રાણીઓના આયુષ્યને માપતી શીરા–ઘડી જેવો દીસે છે. કુશળ હશો.
હ. ભાયાણીના નમસ્કાર
૧. પીયૂષ પંડ્યાનો કાવ્યસંગ્રહ. સેતુબંધ
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org