________________
(૯૪)
મકરન્દ્રભાઈ,
“નયનન કી ઝાંય બને’ એ કબીરની નહીં પણ ‘કબીરિયા' રચના છે~ કબીરની ચેતનાનો તમારામાં થયેલો ચમકારો છે જાણી, બેવડો આનંદ થયો. નોર્વેના એક વિદ્વાને સિદ્ધનાથ પરંપરાનાં ‘ચર્ચાપદો' ચર્યાગીતિ ઉપર ઘણા પરિશ્રમથી કામ કર્યું છે— મૂળ પાઠ, તેની મુનિદત્તની સંસ્કૃત ટીકા, તેનો તિબ્બત્તી ભાષામાં અનુવાદ, ‘ચર્ચાપદોનો અંગ્રેજી અનુવાદ– તે સાથે મુનિદત્તનું સવિસ્તર અધ્યાત્મ—પક અર્થઘટન, અત્યાર સુધી ૮૮ વર્ષમાં જે જે બંગાળી, વિદેશી ૫૦ વિદ્વાનોએ ચર્યાપદો પર કામ કર્યું, તેનો નામનિર્દેશ સાથે ઉપયોગ— આ બધું રોમન લિપિમાં. પેરિસના એક અધ્યાપક–મિત્રની સ્નેહકૃપાથી પુસ્તક મળ્યું– બેંગકોકથી પ્રકાશિત, હાથમાં ક્યાંથી આવે ? ‘હું વચ્ચે વચ્ચે તેના ૫૨ થોડુંક કામ કરું છું. ૪૬મી ચર્યાગીતિ જયનંદી—પાદના નામાંકન વાળી છે. તેમાં મોહ—વિમુક્કા જઈ મણા તબે તુżઈ અવણા—ગમણા
૧૩૮
Jain Education International
―
નઉ દાઝઈ, નઉ તિમ્મઇ, ન છિજ્જઇ
પેખુ માયા—મોહે વિંલ વિલ બઝ઼ઈ
આમાં ‘નૈનં છિંદતિ શસ્ત્રાણિ, નૈનં દહિત— ન ક્લેયિત'. એ ‘ભગવદ્ગીતાનાં વચનોનો જ પડઘો છે. ‘તિમ્મઈ’ = ‘ભીંજાય’. ‘બજઈ’== બંધાય.
સૌ કુશળ હશો.
અમદાવાદ
તા. ૩૧-૮-૯૬
For Private & Personal Use Only
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
www.jainelibrary.org