________________
(૯૬)
આત્મીય ભાઈ,
આ પત્રને ભરતભાઈના સ્વચ્છ, સુઘડ અક્ષરોનો લાભ મળે છે એટલે આપણે બેય કોઢે સુખ. મારે લંગડાતી કલમે બગડતા જતા અક્ષરો પાડવા મટ્યા, અને તમારે વાંચવાની તકલીફ નહીં. તમારાં બંને પોસ્ટકાર્ડ મળ્યાં. તે પહેલાં તારાની શિલ્પકૃતિની ઝેરોક્સ નકલ પણ મળી હતી. આજે અનુસંધાન મળ્યું.
તમે ચર્યાગીતિમાંથી સિદ્ધયોગીના શબ્દની વાત કરી છે. પ્રબોધચંદ્ર બાગચી અને શાંતિભિક્ષુ શાસ્રીએ સંપાદન કરેલ “ચર્યાગીતિ-કોશ” મારી પાસે છે. એમાં મુનિદત્તની સંસ્કૃત ટીકા પણ છે. એમાં કેટલાંક પદોની સંસ્કૃત છાયા અને ટીકા મારા મનમાં બેસતાં નથી. ખાસ કરીને કાન્હપાદનાં પદો વિશે મારે લખવું છે. કોઈવાર નિરાંતે વાત. કાન્હાપાદ વિશે વધારે જાણવું છે. બૌદ્ધ ગણાતા ચર્યાપદમાં પણ એ પોતાને “કાપાલિ જોઈ લાગ’” કહે છે. (ચર્યાપદ નં. ૧૦) એક જગ્યાએ એ પોતાને જાલંધ૨પાદના શિષ્ય પણ કહે છે. તો કાન્હપા અને કાનીફનાથ બન્ને એક ?
૧૪૦
તા. ૨૦૯૯૬
નંદિગ્રામ
**
તમે સિદ્ધયોગીની વાત કરી, વળી તારાનું ચિત્ર મોકલ્યું એટલે અમારાં કંકુમા, લાધીમા ને પુરીમાં કહેતાં : “મેં કું છેં ભૈ, ઑણી કોર્ય જાતાંજાતાં આણીકોર્ય શ્યું હાલ્યા ?'' કહેવાનું એટલું જ કે ભાષાની ઉપાસના કરતાં કરતાં દેવીની ઉપાસના કરવાનું મન તો નથી થયું ને ? એવું હોય તો બેફિકર લખજો. આપણી પાસે એની હોલસોલ એજન્સી છે. તમારે બામણિયા, બૌદ્ધા, જૈનિયા, તિબેટી કે ચીની જેવી જોઈતી હોય એનો ઓડર કરજો.
Jain Education International
હમણાં મંજુશ્રી બોધિસત્ત્વ આવી પહોંચ્યા છે. એક મિત્રે તેની મૂર્તિ આપી છે. વડોદરા મ્યુઝિયમમાં ૮મા-૯મા સૈકાની મૂર્તિની આ પ્રતિકૃતિ છે. એમના આગમન પછી મંજુશ્રી વિષે અભ્યાસ અને ઉપાસનાનું ચક્ર ચાલ્યું. મંજુશ્રીની એક મૂર્તિમાં ગણપતિ અને વિષ્ણુ પણ સાથે દર્શાવ્યા છે. બૌદ્ધ પરંપરામાં મંજુશ્રી ‘મંજુઘોષ બોધિસત્ત્વ' કહેવાય છે, અને શૈવ પરંપરામાં ‘મંજુઘોષ ભૈરવ’
સેતુબંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org