________________
(૮૭)
આત્મીય ભાઈ,
ભરતભાઈનો પત્ર હતો કે એ તમારે ત્યાંથી મુઠ્ઠો ભરીને જૂનું નાણું ઉઠાવી લાવ્યા છે. તમે પણ ખજાનો ખુલ્લો જ મૂક્યો'તો એમ લખ્યું છે. મને ય ધાડ પાડવાનું મન થાય છે. પણ હમણાં આ અશ્વમેધનું ટ્રુ દોડાવ્યું છે એ ઠરીઠામ થાય પછી વાત. ‘શબ્દપ્રયોગોની પગદંડી પર' વધુ પગલાં નથી મૂક્યાં. નજર પસાર કરી ને થયું કે આમાં પડ્યા તો પછી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે. રજકામાં ગાય પડી હોય તો એને કાઢવી પડે, એની મેળે ન જાય. કેટલાક શબ્દોની વાત કરવાનું મન છે, પણ એ હવે આવતે અંકે.
સેતુબંધ
‘અબોલા રાણી’ની મૂળ કથાનો મર્મ પણ લખાઈ ગયો ને વારતા થઈ પૂરી– હાશ છૂટ્યા. હમણાં લખવાનું મન થતું નથી ને બોલીને લખાવવાનું ફાવતું નથી. ‘વિષ્ણુસહસ્રનામ‘ વિષે કાન્તિલાલ કાલાણી પાસે લખાવ્યું પણ એનો સંતોષ નથી. માથું નમાવી કલમ ચલાવીએ ત્યારે થાય કે પ્રજ્ઞા (જો હોય તો) અને પાણિને ગાઢ સંબંધ છે. કેટલીકવાર ધાર્યા શબ્દો ન અવતરે ત્યારે ખાલી જગ્યા રાખી આવતા શબ્દોને આવકારવાની મજા છે. હવે બોલકા થવું પડે ત્યારે આંગળાને ટેરવે રમતી આવતી વાણીને જીભને ટેરવે બેસવા માટે પ્રાર્થના કરવાની રહી. હા, હમણાં પ્રદ્યુમ્નવિજય ત્રણેક દિવસ રહી ગયા. સત્સંગ- સ્વાધ્યાયનો રંગ જામ્યો. પ્ર.વિ.ને સંસ્કૃત ભણાવનાર બ્રાહ્મણ પંડિત દુર્ગાના ઉપાસક હતા. પ્ર.વિ.ને તેમણે માંગિનીનો એક શ્લોક ધ્યાન ધરવા માટે આપેલો. માતંગિનીની એક સુંદર પ્રતિમા નેપાળથી આવી છે. ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય ને પછી બહાર નીકળવું ભારે થઈ પડે એવી આ પ્રતિમા. પેલા શ્લોકમાં રહેલાં કાવ્યતત્ત્વ અને ભાવોપાસનાએ મન હરી લીધું. તમને ગમશે માની ઊતારી આપું છું :
Jain Education International
૧૬ મે '૯૬ નંદિગ્રામ
‘તવ કરકમલસ્થાં, સ્ફાટિકીમક્ષમાલાં નખકિરણવિભિન્નાં દાડમીબીજબુદ્ધયા, અનુલવમકર્ષન્ યેન કીરો નિષિદ્ધઃ સ ભવતુ મમ ભૂયૈ વાણિ, તે મન્દ્રહાસઃ’
For Private & Personal Use Only
–
૧૨૫
www.jainelibrary.org