________________
મકરન્દભાઈ,
(૪૪)
દરવખતની જેમ તમા૨ો ૨૪-૨નો હર્યોભર્યો પત્ર મળ્યો – મુખોમુખ થતા વાર્તાલાપ જેવો ! અમે ૧૭–૨ થી ૧૧–૩ મુંબઈ ઉત્પલ સાથે રહેવા ગયેલા. ટપાલ અહીં જ એકઠી થયેલી. મુંબઈથી ૧૨મીએ આવ્યો ત્યારે એકબે દિવસ પછી મને જાણ થઈ કે હું સાથે કફનો કોથળો ભરતો આવ્યો છું ! એન્ટિ બાયોટિકને બળે નેવું ટકાનો તો નિકાલ કર્યો છે. હવે ખાવાપીવા અને કામકાજમાં, કુદરતની ચેતવણીનો આદર કરી, બનતી સાવચેતી રાખીશ— સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ તાલીમ વગર સંયમ જાળવવો અઘરો હોય છે, એ વાત સતત અનુભવું છું. તમારી આગળ પરંપરાગત કથાઓનો ઊંડો ‘આધ્યાત્મિક’– મર્મ જોવા પ્રીછવાની જે નવી દિશા ઊઘડી છે, (તે માટે તમે જે ત્રણ કથાઓનો નિર્દેશ કર્યો છે તેને ધ્યાનમાં રાખીને વાત કરું) તેના શરૂઆતનાં પગથિયાં તરીકે તમે પ્રથમ એ કથાઓનો પ્રમાણભૂત સા૨ અને પછી મૂળ કથા જુઓ એવું મારું સૂચન છે— તેમના સંપાદકોએ એ કથાઓનું જે ‘રસદર્શન', ‘સાહિત્યિક મૂલ્યાંકન', ‘ઐતિહાસિક પરંપરા’, ‘સાંસ્કૃતિક અધ્યયન’ વગેરે જે કાંઈક કર્યું હોય તેને હમણાં અણદેખ્યું જ કરશો. જો કે તમે એમ જ કરશો, તો પણ ડિલશાહી ઉપદેશ આપ્યા વિના કેમ રહું ?
૬૮
શામળની ‘સિંહાસનબત્રીશી'ની બારમી વાર્તા પણ વિક્રમચરિત્રની જ છે. ઉદયભાનુ-કૃત ‘વિક્રમચરિત્ર–રાસ' (સં.બ.ક.ઠા.) અને ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલા—પ્રબંધ' (તેમાં પરિશિષ્ટ રૂપે (૧) સંસ્કૃત આનંદધકૃત માધવાનલાખ્યાન | ‘કથા' | ‘નાટક' ), (૨) કુશલલાભકૃત ‘મા કામ ચઉપઇ’, દામોદરકૃત ‘માધવાનલકથા’ આપેલ છે; શામળની ‘સિંહા બત્રી’ની ૨૬મી વાર્તા પણ આ જ છે; હિંદીમાં આલમકૃત માધવાનલ કથા અને શાલિગ્રામ વૈશ્યકૃત માધ૰ કામ૰ નાટક (૧૮૬૮માં મુદ્રિત) નોંધાયાં છે. ઇટેલિયન વિદ્વાન E. Pavolini 3- International Congress of Orientalist l પહેલા ગ્રંથમાં ૬ હસ્તપ્રતોના આધારે સંપાદિત ‘માધવાનલકથા’ (સંસ્કૃત—એ આનંદધર વાળી જ હશે એમ અટકળ કરું છું) પ્રકાશિત કરેલી.
Jain Education International
અમદાવાદ
તા. ૨૧–૩–૯૪
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org