________________
છેલ્લી પંક્તિની નોંધ કાર્ડમાં લેવાશે અને પદના અંતે કવિનું નામ મળતું હોય તો તે પણ નોંધવામાં આવશે. મૌખિક પરંપરાના ચારણી સિવાયનાં મૌખિક (૧) ગેય અને (૨) અગેય સાહિત્યમાંથી ગેય સાહિત્યનાં ગીત-કથાઓ, આખ્યાનો, પ્રાસંગિક ગીતો (વિવાહ, રાંદલ, હાલરડું, વ્રતગીત, ધોળ, ગરબી, રાસ, ખાયણું વગેરે), ભજનો ઇત્યાદિ જે વિવિધ પ્રકારો છે તેમાંથી પદ-ભજનના જે વિવિધ પ્રકારો છે તેનું અર્થાત્ ભજનની પરંપરા અને તેના પ્રચારનું સર્વેક્ષણ પહેલે તબક્કે હાથ ધરવામાં આવશે. કેમ કે જે ઝડપે સાંસ્કૃતિક પરિવર્તન થઈ રહ્યું છે તે ધ્યાનમાં રાખતાં તો આ પ્રાણવાન, જીવંત સાંસ્કૃતિક “સંસ્થા” બે પેઢીમાં તો નામશેષ થઈ જાય એવો વાસ્તવિક ભય તેના પર તોળાઈ રહ્યો છે. આ સર્વેક્ષણનું કામ લાંબો સમય, શક્તિ અને સાધનસંપત્તિ માગી લે તેવો હોઈ શક્ય તમામ પ્રયત્ને તબક્કાવાર આ માટેની કામગીરી તજજ્ઞોની સહાયથી ડૉ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં સંપાદિત કરવામાં આવશે. એમાં પસંદ કરેલા ગામ અને તેની ભજનપરંપરા વિશેની પ્રાથમિક પરિચયાત્મક માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. એકથી વધુ ભજનમંડળી હોય તો તેના (૧) મુખ્ય ગાયક (૨) સાથ આપનારની સંખ્યા અને વાદક (૩) ભજનનો સમય (નિયમિત રાત્રે, વ્રત ઉત્સવ જેવા ખાસ પ્રસંગે કે કોઈને ત્યાં અગિયારશની ઉજવણી કે મૃત્યુ ઇત્યાદિ પ્રસંગે ખાસ નિમંત્રણથી તેની માહિતી સાથે) અને સ્થળ વગેરેની માહિતી પણ એકત્રિત થશે. ગાયક કે મંડળી ભક્તિભાવે પદ-ભજન ગાય છે કે તેનું વ્યવસાયીકરણ થયેલું છે તેની વિગત પણ એકત્રિત થશે. કોઈ એક પરંપરાગત ભજનિક હોય તો તે કઈ પરંપરા કે સંપ્રદાયનો છે, કઈ કોમનો છે અને ક્યા પ્રસંગે કે નિમિત્તે ભજન ગાય છે તેની વિગતો પણ મેળવાશે અને ગવાતા ભજનની પહેલી અને છેલ્લી પંક્તિ તથા જ્યાં શક્ય હોય ત્યાં કવિના નામની છાપ નોંધવામાં આવશે. ભજનની આ પરંપરા વર્તમાન સમયસંદર્ભમાં કેવાં સ્થિત્યંતરોમાંથી પસાર થઈ રહી છે ? ગાનાર અને ગાવાના પ્રસંગો ઓછા થયા છે કે કેમ ? નવી પેઢી પરંપરાગત રીતે જોડાઈને તૈયાર થઈ રહી છે કે કેમ? તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે અને એમાં જે વ્યક્તિ કે સંસ્થાઓ આ ક્ષેત્રમાં કામ કરતી હશે તેને ઉચિત પુરસ્કાર આપીને કાર્યસૂચિ તૈયાર કરવામાં આવશે. શક્ય હશે ત્યાં સંપ્રદાય, ભજનિક, કવિ અને ભજનના મહત્ત્વ અનુસાર ચુંબકપટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવાનું પણ વિચારવામાં આવ્યું છે. કંઠપરંપરાનાં ભજનો કેસેટ રૂપે પણ ઉપલબ્ધ બને છે. આવી કેસેટોને આધારે સેતુબંધ
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org