________________
આપણા પ્રાણાગ્નિ પર.... મારા મનમાં તો એક જ પ્રાર્થના રમ્યા કરે છે કે તમારો સ્વાભાવિક આનંદરસ છલકતો રહે. તમારી સૌન્દર્યદષ્ટિ આ ધૂળ-રાખ-પાપના ઢગલાને ભેદી નવાં, તાજાં કિરણો વીણી લાવે. એક ભજન :
દીસે છે !
ધૂળકા ઢગામાં યે જ્યોત જલત હૈ
મિટ્યો અંધિયારો અંત૨ કો-(રવિ)” (પત્ર-૧૩૮)
આત્મીયતાનો આ આક્ષતાભીનો, સાત્ત્વિક વળાંક ભારે સંતર્પક ને સોહામણો
જેમને પોતાની મર્યાદાઓનું ભાન હોય તેમની ઊંચાઈ અમર્યાદ હોય- આ એક વિલક્ષણ છતાં અનુભૂત સત્ય છે. જે બે સુજ્ઞ જનોનો આ પત્ર-સંવાદ છે, તે બન્ને આવી ઊંચાઈ ધરાવતા સુજ્ઞો છે, અને તેના અણસાર આ સંવાદમાં ઠેરઠેર જડી આવે છે.
પોતાની મર્યાદાનું ભાન; પોતાનો ન હોય તે વિષયનું જ્ઞાન ધરાવનાર માટે સ્નેહાદ૨; પોતાને જ્યાં-જે ન સમજાય તે અંગે અન્યને જિજ્ઞાસાભાવે પૂછવામાં લેશ પણ છોછ નહિ, બલ્કે આનંદ જ; આ બધાં છે ઊંચાઈ વધારી આપનારાં પરિબળો. આ તમામ પરિબળો આ બન્ને સુજ્ઞ જનોમાં સુપેરે હોવાનું આ પત્રોનો અભ્યાસ કરનારને જણાઈ આવશે. એક-બે દાખલા જોઈએ.
ભાયાણી સાહેબ મકરંદભાઈને ‘તારા' દેવીનો ફોટો મોકલે છે અને સિદ્ધ યોગીઓ વિશે પણ લખે છે, તે અંગે મકરંદભાઈએ જરાક ગમ્મત કરતાં લખ્યું કે “કહેવાનું એટલું જ કે ભાષાની ઉપાસના કરતાં કરતાં દેવીની ઉપાસના કરવાનું મન તો નથી થયું ને ?” (પત્ર-૯૬); ત્યારે એ ગમ્મતનો જવાબ આપતી વેળા ગંભીર થવાનું જરા પણ જરૂરી ન હોવા છતાં, પોતાની ક્ષમતાઓ તથા મર્યાદાઓ વિશે પૂરેપૂરા સભાન ભાયાણી સાહેબ પૂરી ગંભીરતા સાથે લખે છે :
“તમે દેવી-ઉપાસનાની વાત કરી. મારી દૂરાસના જ રહી છે. મુનિદત્તે
ટાંક્યું છે :
સ્થૂલં શબ્દમયં પ્રાહુઃ સૂક્ષ્મ ચિન્તયા રહિત યત્ તત્
ચિન્તામયં તથા । યોગિનાં પદમવ્યયમ્
Jain Education International
અમે બધા સ્થૂલમાં.'
તો આવી જ સભાનતા મકરંદભાઈમાં પણ છે જ. દા.ત. “એમાંના પાઠના અમુક શબ્દો વિશે પ્રશ્ન થાય છે. ‘ગોરી તારે ત્રાજુડે રે...' એ પદની બીજી કડીમાં ‘ગોફણે ઘુઘરી ઘમકે રે....’ છે - ‘ગોફણે' બરાબર છે ? ભરતભાઈ કહે છે કે કદાચ
18
11
(પત્ર-૯૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org