________________
૯૨
(૬૧)
મકરન્દભાઈ,
કૃષ્ણ–રાધા—ગોપીઓના સંદર્ભ ઉપરાંત, કદંબ તો સંસ્કૃત–પ્રાકૃત શૃંગારિક અને નિસર્ગવર્ણનના સાહિત્યમાં ભર્યો પડ્યો છે. બાપાલાલભાઈએ સંસ્કૃત સાહિત્યમાંથી ચાળીશ જેટલા કદંબ—નીપના નિર્દેશો અને ઉદાહરણ પદ્યો આપ્યાં છે, પણ આ સંખ્યા ત્રણચાર ગણી થાય તેમ છે. કદંબનું ફૂલ અને તેનાથી છવાયેલ વૃક્ષ જોવું એ પ્રત્યેક દર્શને લહાવો છે. મારે ભાગ્યે તો કેટલાંય વરસો પછી—માત્ર ત્રણ વરસ પહેલાં જ પહેલી વાર મેં એનાં દર્શન કર્યાં. તમે લખ્યું તે વાંચીને મનથી તો ત્યાં દોડી આવી એ પુષ્પિત તરુઓને જોવાનું કર્યું ! ‘ગાથા સપ્તશતી’ની એક ગાથામાં નાયિકા કહે છે કે – એને જોતાં હું મારાં નયન તો ઢાંકી દઉં છું, પણ અંગેઅંગ જ્યાં વર્ષાનું કદંબકુસુમ બની જાય ત્યાં ક્યાં ઢાંકું ? કેટલું ઢાંકું ?
Jain Education International
અમદાવાદ
તા. ૨૩ ૭૯૪
For Private & Personal Use Only
હ. ભાયાણી
સેતુબંધ
www.jainelibrary.org