________________
(૧૪૮)
મુંબઈ
૧૭-૧૨-૯૮ મકરન્દભાઈ,
તે હિ નો દિવસા-થી તમે ખુશ છો – કવિતાની પંક્તિ પણ મને મળી- તેથી રાજીપો થયો. સહજભાવે ટૂંકાં વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો અંદર ભંડારેલાં હતાં, તે ધાર્યા પ્રમાણે વ્યક્ત થઈ શક્યા એ “વાઝેવી'ની કૃપા. ભરતભાઈએ મખદૂમ શાહને લગતી પુસ્તિકામાંથી જે નકલ કરાવીને મને આપી તે હું વાંચી ગયો. વચગાળામાં હિંદુ-મુસ્લિમ આચાર-વિચારની ગણનાપાત્ર આપ લે થઈ છે – સ્વાર્થીઓ, સાંપ્રદાયિકો અને રાજકારણીઓએ વાતાવરણ દૂષિત કરી વિષનાં બીજ પોષવાનું કર્યું છે તે આપણું દુર્ભાગ્ય છે. પણ વાદળ વીખરાશે જ એવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી. જાન્યુઆરી-અંતમાં કે ફેબ્રુ.આરંભે મુંબઈ જઈશું. જો સ્કૂર્તિ હશે તો જતાં, નહીં તો માર્ચ શરૂમાં મુંબઈથી પાછાં ફરતાં બેત્રણ દિવસ નંદિગ્રામ રહી જવાનું મનમાં છે. પણ કેટલીક અંગત સગવડોને કારણે કઈ રીતે ત્યાં પહોંચવું અને ત્યાંથી કઈ રીતે પાછાં નીકળવુંરેલગાડી કે ટેક્સી- એની મુશ્કેલીઓમાંથી રસ્તો કરવાનું વિચારી રહ્યો છું. કશુંક નક્કી થયે આગળથી જણાવીશ. મજામાં હશો.
હ. ભાયાણી
( ૨ ૨ ૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org