________________
(૧૪૯)
તા. ૧૨-૨-૯૯
મુંબઈ મકરન્દભાઈ,
મેં કદાચ લખ્યું હતું તેમ અમારી ભાવના અહીંથી પાછા ફરતાં નંદિગ્રામ થઈને અમદાવાદ જવાની હતી. પણ છેલ્લાં ત્રણ ચાર દિવસથી ઠંડીને કારણે કે બીજા કોઈ કારણે (હવે કોઈ કારણ શોધવા નથી જવું પડતું) મારા લોહીના દબાણમાં થોડીક વધઘટ થઈ રહી છે – કશું ચિંતાજનક નથી, પણ હવે અશક્તિ થોડીક વધુ લાગતા ઉત્સાહ-મંદ પડી ગયો છે, અને અમે ૨૮/૧ના રોજ અહીંથી સીધા જ અમદાવાદ જવાનું રાખ્યું છે. મને પૂરી આશા છે કે એકાદ માસમાં તબિયત બરાબર થઈ જશે, અને તો તમારો સત્સંગ કરવાનું જરૂર ગોઠવીશ. મુખોમુખ વાત કરવાનો આનંદ અનન્ય હોય છે. તમારી તબિયત કેમ છે ? મારી ખોરાક લેવાની રુચિ વધી છે, અને અહીં બહાર નથી નીકળતો, તો પણ સ્કૂર્તિ પહેલાં કરતાં વધી છે.
હ ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૨ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org