________________
(૧૫૦)
૧૮-૨-૯૯
મુંબઈ મકરન્દભાઈ,
મારાં દાદીમાને અને અમારે ત્યાં જ ગરબી ગવાતી હતી તેમાં “હે કે ઓધા જાણે એને તો અમે જાણીએ' એવો પાઠ મેં સાંભળ્યો હતો. ઓધવજી ગોપીઓને શ્રીકૃષ્ણ વિશે કહે છે ત્યારે ગોપીઓ એને કહે છે “હે ઓધવજી તમે જેને જાણો છો એને તો અમે બરાબર જાણીએ છીએ. તમે નોંધ્યું છે તેમ કંઠસ્થ પરંપરામાં પાઠની હેરફેર અનિવાર્યપણે થયેલી છે. તમારાં બંને ગીતો સરસ બન્યાં છે- પરંપરાગત અને તમારી સ્વકીય ભાષા-શૈલીના સ્પર્શે એ ઘણાં આસ્વાદ્ય બન્યાં છે. પ્રાસો અને રૂપકો રમતા આવે છે.
મારી તબિયતની તકલીફ ગેસ થવાને કારણે છે, અને બેચાર દિવસમાં તેમાંથી મુક્ત થઈશ એમ લાગે છે. તમારું સ્વાથ્ય જળવાતું હશે.
હ. ભાયાણીના નમસ્કાર
૨ ૨૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org