________________
(૧૪૭)
૮-૧૨-૯૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
મારો પત્ર મળ્યો હશે, હેમચંદ્ર વિષેની ઝેરોક્સ પણ. દંતકથાઓ દૈવત જગાડે અને દાટ વાળે એવું યે બને છે. આ પત્ર તો ખાસ, વહેલી સવારે “તે હિ નો દિવસઃ વાંચીને લખવા બેસી ગયો છું. એક જાતનો Nostalgia-શું કહેશું ? ભાવ-ઝૂરણા, ઝુરાપો ઘેરી વળે છે. આ તો આપણી જ ખોવાયેલા ખજાનાની દુનિયા, સોનાની દ્વારકા. તમારી કલમને જીભ ફૂટી લાગે છે. બોલીના લહેકા આબાદ સંભળાય છે. “હું કે, તમે તે શું, અમ શું બો...લિયા જો
હમણાં જયન્ત પંડ્યા આવ્યા છે. આવતી દશમીએ પ્રાગજીભાઈ વૈદ્ય અને બીજા મિત્રો આવશે. “સ્વાથ્ય-આનંદ-સત્ર' ઉજવવું છે. અમદાવાદથી મારા મિત્ર પદુભાઈ વિશ્રામ આવે એવો સંભવ છે. અજિત-નિરુપમાએ હા કહી છે. (ના આવી.) તમે ?
હવે તબિયત વધુ ને વધુ સારી થવાની ગતિમાં હશે. ચન્દ્રકળાબહેનને
વંદન.
તમારો મકરન્દ
સેતુબંધ
૨ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org