________________
(૯૧)
તા. ૧૯-૭–૯૬
નંદિગ્રામ આત્મીય ભાઈ,
“બોલચાલની ભાષાનાં અલનો'ની xerox નકલ મળી. આવાં કેટલાંક સ્મલનો કાને પડ્યાં તે સાંભળ્યાં. એક વાર મારા નાના ભાણેજ અખિલે મને પૂછ્યું કે “મ.મામા, તમે કુદકુંદાચાર્યનું કાંઈ વાંચ્યું છે ?” મેં એટલું જ કહ્યું કે “અનુસ્વારને જરા આગળ લઈ જા તો મને ગમશે.” બીજું સ્મરણ તો હાસ્યાસ્પદ છે એટલું જ કરુણ છે. એક મહાત્માને મળવાનું મને મિત્રો વારંવાર કહેતા. એ મહાત્માને બધાં બાપુજી કહેતાં. બાપુજી મહાજ્ઞાની છે અને તેમની પાસેથી ઘણું નવું જાણવાનું મળે છે એમ તે સૌ કહેતાં. એક દિવસ મને બાપુજી પાસે લઈ ગયા. બાપુજીએ પૂછયું : “કંઈ જાણો છો ? કાંઈ અનુભવ ?” મેં કહ્યું :
આપની પાસેથી જાણવા આવ્યો છું. ” બાપુજી કહે : “શંકુતલા કેવી રીતે પ્રગટી હતી? બોલો !” હું વિચારમાં પડી ગયો. મેં કહ્યું : “બાપુજી, શંકુતલા નહીં, શકુંતલા.”
બાપુજી કહે : “ખોટું. એ....એ..... વિશ્વામિત્રે શંકુ માર્યું અને તલ ફાડીને નીકળ્યું તે જ શંકુતલા, કુંડલિની.” મારે શું વધારે કહેવાનું હોય ? પગે લાગીને ચાલ્યો આવ્યો. બોલચાલમાં શબ્દો-અક્ષરો આડા અવળા થઈ જાય તે સ્વાભાવિક છે પણ ગુરુમહારાજો આવા અનર્થો કરે છે એથી ગ્લાનિ થાય છે.
આ સાથે “ડો. પૂનર કટિંગ મોકલું છું. આ પૂરિઝમ્સ વાંચીને તમને મજા પડશે.
આજે તમારો ૧૫–૭–૯૬નો પત્ર મળ્યો. ગુહ્યસમાજતંત્રમાં સાધના વિશે કેટલીક માહિતી છે. તે છેક લોકસંતોની વાણી સાથે મળતી આવે છે. એનાં મૂળ વળી વેદ સુધી જાય છે. થોડા દિવસ પછી ભરતભાઈ આવશે ત્યારે એની ખેડ કરીશું. કફની અસરમાંથી તદ્દન મુક્ત થઈ જશો. શરદીના હુમલામાંથી હું બહાર આવી રહ્યો છું.
કુશળતા ચાહું છું.
સેતુબંધ
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org