________________
મકરન્દભાઈ
૧૩૨
(૯૦)
‘પૃથિવીં સલિલ ગચ્છેત્... આવિશેત્' – એ પ્રમાણે પાઠ હશે. અનુવાદ હંમેશાં ઊણો જ ઊતરે—વધતો કે ઓછો. મૂળ ભાષાના અજાણ માટે થોડુંક ભાતું. તંત્રો ઉપર ઘણું કામ થયું છે – વુડરોફ, ભટ્ટાચાર્ય, Tuci, સ્નેલગ્રોવ, Gnoli વગેરેએ મૂળ પાઠ અને શબ્દાર્થઘટન માટે, ગોપીનાથ કવિરાજ, અગેહાનંદ ભારતી (ક્રોપ્ડ–પ્રભાવિત) વગેરે ઊંડા તાત્પર્ય માટે, વગેરે તમે તો જાણતા જ હો. ‘સંધાભાષા’ વિશે ઊહાપોહ્ થયેલ છે. મતભેદો છે, પણ વિધુશેખર ભટ્ટાચાર્ય અને પ્રબોધચંદ્ર બાગચીનો મત મને સાચો લાગે છે – ગૂઢાર્થ, દ્વિઅર્થી ભાષા. પછીથી ‘સંધા'નો અર્થ ન સમજાતા ‘સંધ્યા—ભાષા’ પ્રયોગ પ્રચલિત થયા. ચર્યા– સાહિત્યના સંદર્ભની નકલ જાણ માટે મોકલી આપીશ. પણ તેમાં હમણાં ન પડશો. બે પુસ્તકનાં નામો પણ ધ્યાનમાં આવ્યાં મેં જોયાં નથી. (૧) Trends of Lingvistic Analysis in Indian Philosophy (રિમોહન ઝા, ૧૯૮૧), (૨) Significance of the Tantric Tradition (કમલાકર મિશ્ર, ૧૯૮૧). આય. એ. રિચર્ડઝનું Meaning of Meaning આપણે માટે કામનું નથી. તેમાં Behaviorsit પરંપરા અનુસાર સ્થૂળ અર્થ વિચાર જ છે. તમે વખત ન વેડફશો. તમે ‘પૃથિવીં સલિલ ગચ્છે' ને કબીર સાથે સાંધી દીધું એ આપણી અતૂટ પરંપરા અને તમારી સમન્વય દૃષ્ટિ વ્યક્ત કરે છે. હવે સ્વાસ્થ્ય કેમ છે ? મને થોડીક કફની અસર રહે છે, પણ દવા—દાકતરની જરૂર નથી પડતી, અને કામકાજ થતું રહે છે.
Jain Education International
અમદાવાદ
તા. ૧૫-૭-૯૬
લિ. હ.ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org