________________
થોડી ચખણી :
ન્યાય-નિષ્ફર, તર્ક-કર્કશ, કાવ્ય-કોમલ હે સખા ! યમ–નિયામક, દૃષ્ટિદાયક, પ્રિય રસોઈલ હે સખા ! વીજ–ઘાતક, વજ–ઘોષક, પ્રાણ-પોષક હે સખા ! અજિત બલધર, અમિત જલધર, તૃષિત તોષક હે સખા ! અઘટ ઘાટ, અફાટ રણ સમ, કુંજવન મમ હે સખા ! અગ્નિ–ચંદન, કૌંચ—કંદન, વિષમ સંગમ હે સખા ! ક્ષણ ક્ષણ મરણ, અમૃત–વરણ, તવ કર નિરંતર હે સખા ! અતિ વિકટ પથમાં નિકટ મુજ, સહજ સુંદર હે સખા ! સુભગ સ્મરણે, વિમલ ચરણે, જન્મ-મરણે હે સખા ! આનંદમય, મકરંદ લય, તવ જય પ્રસરણે હે સખા !
આ પત્ર વિનોદભાઈ મેઘાણી આવ્યા તેમની પાસે લખાવ્યો છે. એ મારે મન પુત્રવત્ છે. એટલે મહેનતથી બચવાનો આનંદ અને મહેનત કરાવ્યાની ગ્લાનિ વ. થી મુક્ત. તમે પણ મુક્ત મને વાંચજો. મારા અક્ષરો ખરાબથી ખરાબ થવા ભણી દોડે છે.
-મકરન્દ્ર
૧૩૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org