________________
(૯૨)
મકરંદભાઈ,
‘શંકુતલા’ને મળતું, ‘પ્રિયવંદા’ : રસિકલાલ પરીખે, મારી સ્મૃતિ ઠીક હોય તો, ‘કડવો વંદો' નામે વાર્તા આ ઉચ્ચારદોષનો ઉપયોગ કરીને લખેલી. પહેલા અક્ષ૨માં અકાર હોય અને બીજો અક્ષર અનુસ્વારવાળો હોય તેવા ચારપાંચ અક્ષરના દીર્ધાંત શબ્દો ચાલુ ગુજરાતી ઉચ્ચારણ—ટેવોને કાંઈક પ્રતિકૂળ હોઈને સંસ્કૃતમાંથી લીધેલા તેવા શબ્દોમાં ‘પ્રાકૃત’ જન અનુસ્વારને પહેલા કે પછીના અક્ષર પર ખસેડે છે. ડો. સ્પૂનર વિશે તે વેળા મેં લેખ વાંચ્યો હતો અને થોડાક સ્પૂનરિઝમ નોંધી રાખ્યાં હતાં. તમે જે કાતરણ મોકલ્યું છે, તેમાં ‘You have deliberately tasted a worm' ની પછીનું વાક્ય છે ‘You should live the city by the town drain(< down train). સરદારજીને નામે ટૂચકા ચડતા હોય છે, તેમ ડૉ. સ્પૂનરનો નામે પણ નવનવા ટૂચકા ચડેલા છે. તમે ‘ગુરુમહારાજો’ વિશે લખ્યું તે તો આપણે જાણીએ છીએ તેમ ‘અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ્' (આત્મજ્ઞાનની વાત તો દૂર રહી, સ્થૂળ જ્ઞાન પણ). તમે પ્રસાદિત કરેલી રચનાઓમાં લયરચના અને પ્રાસરચના રમણીય છે. રચનાઓમાં ભાવ અને ભાવાવસ્થા અનુસાર કોઈ એકબે તત્ત્વ રાજાપાઠ ભજવતાં હોય છે.
સેતુબંધ
મારા અક્ષરો ગરબડયા હતા અને હજીય છે, તેમાંથી જો નિરાંતે લખું તો, સુધરવા તરફ વળ્યા છે પણ લંકા લૂંટાઈ જાય છે એવી તોળાતી ઉતાવળમાંથી ક્વચિત જ છુટાય છે. તમને વિનોદભાઈ મેઘાણી હવે સહાયમાં છે, તેથી લેખન શ્રમમાંથી રાહત ખરી, પણ આ સગવડથી માનસિક શ્રમ લક્ષ્મણરેખા ન ઓળંગે તે જોશો. પ્રદ્યુમ્નસૂરિજીના પત્રમાં છે કે તમે ‘ચંદ્રલેખાવિજય’નું ગુજરાતી કરવા કે કરાવવા એમને સૂચવ્યું છે. પણ માંડ ૨૦–૨૫ નકલ ખપે. થોડાક વધારે એ વાંચે. મેં તેમને વિકલ્પ સૂચવ્યો છે : પસંદ કરેલા અંશોનો અનુવાદ ભજવવાનો પ્રબંધ કરવો. સોલંકીકાળ અને પછી પણ આપણે ત્યાં લખાયેલાં સંસ્કૃત નાટકો તે વેળા ભજવાયાં હતાં. ત્યારે અનુવાદ કરીને તો ભજવીએ. મૂળે તો ભજવાય તો જ નાટક.
Jain Education International
અમદાવાદ
તા. ૪-૮–૯૬
For Private & Personal Use Only
૧૩૫
www.jainelibrary.org