________________
(૬૫)
અમદાવાદ
તા. ૫–૯–૮૪ મકરન્દભાઈ,
તમે અને કુન્દનિકાબહેન સ્વસ્થ હશો. વરસાદે આ વેળા લીલા લહેર કરી દીધી, પણ લાગે છે થોડી વધુ પડતી મહેર કરી છે !
“અબોલાચઉબોલા'ની બીજી કથા, ‘ઉદ્દેશ'ના આગામી અંકમાં રમણભાઈ લઈ શકે તેમ નથી, એમ, પૂછતાં એમણે મને જણાવ્યું છે. તો મેં તમને પહેલાં પુછાવ્યું હતું તેમ, ફા.ગુજ.સ.રૈમાસિકના આગામી અંકમાં પ્રકાશિત કરવા તમે સંમત હો તો જણાવશો.
દાંતની પીડા ટળી ગઈ હશે. ભરતભાઈ અને ભાઈ સુભાષનો સહકાર મળતો રહેતો હશે. જો રમણભાઈને અનુકૂળ ન હોય તો બાકીની પણ સૈમાસિકમાં ક્રમશઃ આપી શકાશે.
લિ. હ.ભાયાણીના પ્રણામ
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org