________________
(૯૭)
મકરન્દભાઈ,
ભરતભાઈએ જ્ઞાનગંગા વહેતી કરવાનું મારે માટે ‘ભગીરથ’ કાર્ય કર્યું છે – કરે છે.
અમદાવાદ
તા. ૨૮–૯૮૬
તારાનાથને આધારે શરશ્ચંદ્ર દાસે સિદ્ધચરિત્રો (તિબ્બત્તીમાં) પ્રસિદ્ધ કર્યાં હતાં. ગ્રેંડપેડેલે તેનો જર્મન અનુવાદ ૧૯૧૪માં તન્નુરને આધારે ૮૪ સિદ્ધોનાં ચરિત્ર ઝુંડપાડેલે ૧૯૧૬માં. સાંકૃત્યાયને તે ઉપરાંત બીજા એક તિબ્બત્તી મૂળ સ્રોતને આધારે, અને નામાનુસ્મળ ને આધારે સિદ્ધોની સૂચિ ‘દોહાકોશ’માં આપી છે. સ્પિડે ૮૫ સિદ્ધોના મૂર્તિવિધાનની ચર્ચા ૧૯૫૮માં પ્રકાશિત એક ગ્રંથમાં કરી છે. ‘વર્ણરત્નાકર’માં ૭૬ સિદ્ધોની સૂચિ છે. નાથપંથીઓ અને સિદ્ધોની સૂચિઓમાં કેટલાંક સમાન નામો છે. મĂદ્રનાથ વગેરે સિદ્ધોની પૂર્વાપરતા, સમય, વગેરે અંગે ઘણો મતભેદ છે. ચર્યાગીતિની મુનિદત્તની સંસ્કૃત ટીકાનો તથા તેના તિબ્બત્તી અનુવાદનો મોંગોલિયાઈ ભાષામાં પણ અનુવાદ થયાનું Per Knaernl એ નોંધ્યું છે.
તમે દેવી—ઉપાસનાની વાત કરી. મારી દૂરાસના જ રહી છે. મુનિદત્તે ટાંક્યું છે :
સ્થૂલં શબ્દમયં પ્રાણુઃ સૂક્ષ્મ ચિન્તામાં તથા
ચિન્તયા રહિત યત્તત્ યોગિનાં પદમવ્યયમ્ ॥
અમે બધા સ્કૂલમાં. નેપલ્સથી ફેબ્રિઝિડયા બાલ્ડિટસેરા નવરાત્રમાં રાજઘરાણામાં થતી ચામુંડાપૂજા (જોધપુરમાં અને જયપુરમાં) જોવા આવવાનું જણાવે છે. ‘ગણગોર'નો રાજસ્થાનનો ઉત્સવ જોવા એ બહેન આવ્યાં હતાં. ભારતીય દેવીપૂજા પર સંશોધન–પ્રોજેક્ટ લીધો છે. ભાઈ અબ્દુલ અઝીઝ તેમના ગુરુને નંદિગ્રામ લઈ આવે ત્યારે તમે આગળથી જણાવશો તો બનતાં સુધી હું ત્યાં આવવાનું ગોઠવીશ.
Jain Education International
ગોફણો ગોફણી વગેરે =(૧) સ્રીઓનું માથાનું એક ઘરેણું, શીસફૂલ, (૨) અંબોડે લટકતું એક ઘરેણું. (ભૃગુકો.)
૧૪૪
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org