________________
(૧૦૮)
અમદાવાદ
તા. ૮-પ-૯૭ મકરન્દ્રભાઈ
ગઈ કાલે ભાઈ કૃષ્ણ દવે મળવા આવ્યા હતા. તમારી સાથે નિરાંતે વાતો કરી, તમે તેમનાં કાવ્ય સાંભળ્યાં તેથી ઘણા રાજી હતા. મારાં પુસ્તકોના કબાટ કરવા આવ્યા– બંને ભાઈઓ– ત્યારથી સ્નેહસંબંધ થઈ ગયો છે... હજી મને નબળાઈ છે. ધીમે ધીમે ઠીક થતું જાય છે. હવે વાંચવા લખવાની ફુર્તિ રહે છે, બહાર જવા આવવાની કે છૂટથી હાલવા ચાલવાની હજી નથી. ૧૭મીએ મુંબઈ જઈએ છીએ, ૧૫ જૂન લગભગ પાછાં આવી જઈશું. તમે સ્વસ્થ છો જાણી પ્રસન્નતા થઈ... ગઈ કાલે “વિશ્વચેતનાના વણજારા” વાંચવા લીધું. હજી પચીસેક પાનાં વાચ્યાં છે. તમારી ભેદમાં અભેદ પરખવાની દષ્ટિ, વેદોથી લઈ સંતમહંતના સાહિત્ય સુધી અને વૈદિક, ઇસાઈ, ઇસ્લામી વ. પરંપરાઓની આરપાર, આગવો અર્થ ઘટાવી તાત્પર્યની એકતા દર્શાવે છે – એ અત્યારની દુર્દશામાંથી બહાર આવવા વાચક માટે નોળવેલનું કામ કરે... વૈદિક તેમ જ સંસ્કૃત સાહિત્યના અત્યારે તો સર્વોત્કૃષ્ટ વિદ્વાન યાન હોન્ડાના ‘વેદિક લિટરેચર'માંથી મેં થોડાક અંશનો “ઉદેશ” (મે, ૧૯૯૫)માં પરિચય આપ્યો હતો તે જોયો હશે.. ઈટાલીની વેનિસની યુનિવર્સિટીમાં અધ્યાપન કરતાં Mariola Offredi એ ગોરખનાથને નામે મળતી “ગોરખબોધ', “ગ્યાનતિલક' અને શબ્દી'ના સંપાદન, અનુવાદ અને ગોરખયોગની ચર્ચા પ્રસ્તુત કરતો એમનો પીએચ.ડી.નો શોધપ્રબંધ Lo Yoga Di Gorakh ઇટાલિઇનમાં પ્રકાશિત કરેલ છે. તેને આધારે અંગ્રેજીમાં Some Concepts of Gorakh yoga through the Analysis of three Nathpanthi Manuscripts એ લેખ સાતમી આંતરરાષ્ટ્રીય સંત ભક્ત પરિષદના અહેવાલમાં પ્રકાશિત થઈ રહ્યો છે. મધ્યકાલીન ભારતીય પ્રાદેશિક સાહિત્ય પરની આઠમી આંતરરાષ્ટ્રીય પરિષદ આ ઓગસ્ટમાં વેનિસમાં મળી રહી છે એ નિમિત્તે મારો મેં, ઓદી સાથે સંપર્ક થયો... બડગ્વાલની “ગોરખવાણી'માં આપેલી ગોરખનાથને નામે મળતી જૂની હિન્દી રચનાઓની ભાષા પર જૂની રાજસ્થાની–ગુજરાતીનો ઘણો પ્રભાવ છે. એ રચનાઓની હસ્તપ્રતો પણ ઘણુંખરું રાજસ્થાનમાં મળે છે. બડગ્વાલ રાજસ્થાની–ગુજરાતી જાણતા ન હોવાથી, ઘણી જગ્યાએ સાચો અર્થ કર્યો નથી. સેતુબંધ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org