________________
અમદાવાદ
તા. ૧૭-૧૧-૮૮ મકરન્દભાઈ તથા કુન્દનિકાબહેન,
કુશળ હશો.
આજે હસુ યાજ્ઞિક સાથે વાતચીત થઈ તે સંદર્ભે પત્ર લખું છું. ભજનકેન્દ્રને લગતા ટ્રસ્ટનો મુસદ્દો તમને હસુભાઈ હજી મોકલી શક્યા નથી. અકાદમીની મિટિંગો, કાર્યક્રમો વગેરે આડે મુસદ્દો તૈયાર કરી મોકલવામાં ઢીલ થઈ છે. હવે બેચાર દિવસમાં મોકલશે. ભજનોના રેકર્ડિંગ વગેરેનું કામ પણ હજી જોરથી ચલાવ્યું નથી, કેમકે તે માટે એક ખાસ સંપાદકની નીમણૂક કરીએ તો જ એકઠી થતી સામગ્રીનું સંકલન વગેરે વ્યવસ્થિત ચલે. મેં લુણાવાડા પ્રા. કાનજી પટેલને વાત કરેલી. તેમણે જણાવ્યું છે કે તેમના વિસ્તારમાંથી બેત્રણ સાચા ભજનિક અને લોકગીત-ગાયકનો તેમને પરિચય છે અને તેઓ પણ ગાય છે. એટલે તેમની સાથે થોડાક સમયમાં થોડુંક રેકર્ડ કરવાની ગોઠવણ કરીશું. તમે પણ આગલા પત્રમાં એક વિસ્તારની સમૃદ્ધ પરંપરા બાબત લખ્યું છે. હમણાં ટુકડેટુકડે ચલાવશું. મકરન્દભાઈનું સ્વાચ્ય ઠીક જળવાતું હશે.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org