________________
૮.
૯.
નવી હવા વ્યક્તિના પોતાના પ્રાણના સ્પર્શથી જ ઊભી થાય છે. દીવે દીવો ચેતાય એવી આ ‘દીપ્ત-દીપ દીક્ષા છે. એ માટે પોતાનું જીવન સમર્પે એવા અનુગામીઓ તૈયાર કરવાના રહે છે.
નવાં સંગમતીર્થો : પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન વાણીનાં સ્વરૂપોને યથાતથ જાળવી રાખતાં ‘મ્યુઝિયમો' ઊભાં કરવાનો હેતુ નથી પણ તેમાંથી જીવંત પ્રેરણા મેળવી સંત-ઋષિ-સદન નવાં સંગમ તીર્થો રચવા માગે છે. એ માટે પડ જાગતું રાખવાના અને ગિની-સંસ્થાઓનો સહયોગ સાધવાના પ્રયત્નો સતત ચાલુ રહેવા જોઈએ.
ભારતપ્રાણ : ગુજરાતી ઉપરાંત બીજી પ્રાન્તીય ભાષાઓમાં પણ આ પ્રવાહ શરૂ થાય, તેમની વચ્ચે આદાન પ્રદાનનો સેતુ રચાય અને વિવિધતામાં ઐક્યનો અનુભવ કરાવતો ભારતપ્રાણ ફરી જાગે એ જોવાની સંસ્થાની ઝંખના છે.
: સદનમ્ ઋતસ્ય :
પ્રાચીન મંત્રદ્રષ્ટા ઋષિઓની પરંપરા નાશ પામી નથી પણ સિદ્ધો અને સંતોની વાણી રૂપે વહેતી આવી છે. આપણા ભજનિક સંતો વૈદિક દ્રષ્ટાઓંના સીધા વારસદારો છે. ભાષા બદલી ગઈ, ઇષ્ટદેવતા કે તત્ત્વનાં નામ બદલી ગયાં પણ વિશ્વચૈતન્યને પામવાની યાત્રા અખંડ ચાલી આવી છે. આ માનવ પ્રાણની સનાતન યાત્રા છે. તેને સમજવા માટે વૈદિક સૂક્તો, ઉપનિષદના તથા ગીતાના સંવાદો, પૌરાણિક આખ્યાનો તેમજ સિદ્ધો અને સંતોની વાણીનો સમાન અભ્યાસ થવો જોઈએ. ઋષિવાણી અને સંતવાણીના એકી સાથે ઊંડા અધ્યયન વિના મંત્રરહસ્યની ચાવી મળી શકે તેમ નથી.
નંદિગ્રામ સંચાલિત ભજન-વિધા કેન્દ્ર
ભારતીય સંસ્કૃતિ અને સાધનાનું ગોમુખ વૈદિક સૂક્તો છે તો બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદો-ગીતા તેની ગંગોત્રી છે. આ ગંગોત્રીની યાત્રા માટે પુરાણો ઋષિકેશનું ગંગાદ્વાર ખોલી આપે છે. આ ગંગાદ્વારમાંથી જ લોકસમુદાય વચ્ચે વહેતી સંતવાણી જાણે કાશીક્ષેત્રની ઉત્તરવાહિની ગંગાલહરી છે. ભારતીય આત્મવિદ્યાના પરિચય માટે વાણીની આ ગંગાયાત્રા અનિવાર્ય છે.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૪૩
www.jainelibrary.org