________________
ગાયત્રીના મંત્ર, ચાર ચક્કરનાં ભજન વ.માં વાકુની ઉપાસના બહુ ખૂબીથી વણી લીધી છે, લોક–ભજનકારે. આ વિષે લખવા માટે આંગળાં સળવળે છે પણ “નંદિગ્રામ “ના બાર ચક્કરમાંથી બહાર આવી શકતો નથી. રાજકારણી જીવોના ઉત્પાત ચાલુ છે ને એમની વચ્ચે જ આવા અલખના આરાધ માંડવાના છે. અગાઉના ભગતને ય ગાવું પડ્યું છે : “અસુરોને મત દયા આણો, એમ ભણે લુવાણો ભાણો.” એ પછી ભાણસાહેબ થાય ત્યારે અસુરો જ સાકરનો પડો ને નાળિયેર લઈ એની જગ્યાએ આવવા માંડે. અજબ તમાસો છે.
“રામનવમી' પર ભજન-સંમેલન કરવું છે. તમે ત્યારે આવી શકશો ? અમુભાઈ આવે પછી કાર્યક્રમ ઘડી કાઢીશું. હસુભાઈને પણ આમંત્રણ પાઠવીશ. તેમને ભજનતીર્થ વિષે લખેલું પણ અકાદમીની મર્યાદાને લીધે એ વધુ કાંઈ કરી શકે એમ નથી લાગતું. છતાં કોઈ સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરી શકાય. એ અંગે લખીશ. તમારી તબિયત સારી હશે. અવકાશે લખશો. કુન્દનિકા વંદન પાઠવે છે.
મકરન્દના વંદન ફરી વાર આવો- એવું સ્નેહભીનું આમંત્રણ છે.
-કુન્દનિકાના વંદન
સેતુબંધ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org