________________
(૨૬)
મકરન્દભાઈ
કેટલીક વ્યવહારિક બાબતોમાં અને પુસ્તકોના પ્રકાશનમાં હું અટવાયેલો હતો અને જરા નિરાંતે લખું એમ હતું, એટલે તમારા પત્રનો ઉત્તર એક માસ પછી લખી રહ્યો છું. રામનવમીએ નંદિગ્રામમાં ભજનશિબિર રાખવા તમે વિચારતા હતા, તેની ધાર્યા પ્રમાણે ગોઠવણ નહીં થઈ શકી હોય એમ માનું છું, નહીં તો તમે લખ્યું જ હોત.
‘અમેરિકાવાળા’ મણિભાઈ જોશી મુંબઈમાં મળ્યા હતા એ મારા ઘણા જૂના પરિચિત છે. બધા અર્થમાં વ્યવહારકુશળ છે. મેં તેમને સહેજ પૂછ્યું હતું કે મકરન્દભાઈની ભજનવિદ્યાપીઠ અર્થે કશુંક નક્કર તમે લોકોએ કરી આપ્યું ? ત્યારે તેમનો સ્પષ્ટ જવાબ ન હતો – તેમને એમાં શું રસ હોય ? પણ વિક્રમ કામદાર સાચો માણસ છે, સાહિત્યપ્રેમી છે. તેના પિતા મારા નિકટના મિત્ર હતા. ચંદ્રિકાબહેનને કુંદનિકાબહેન જાણે છે. વિક્રમ હમણાં થોડા દિવસ મુંબઈ-અમદાવાદ આવ્યો હતો. તેને આ બાબતમાં કશુંક નક્કર કરવા જણાવી શકાય. રઘુવીરને જૂનમાં (કે મેમાં) ત્યાં બોલાવે છે. તેને હું વાત કરીશ.
અમદાવાદ
રામનવમી ૩-૪-૯૦
૪૦
નરોત્તમ પલાણને હું એક વરસથી કહ્યા કરું છું કે પોરબંદરની બાજુના એક ગામમાં (તમે પુંજાભાઈ બડવા પાસેથી માધવપુરી ને માંગરોળના પંથકમાંથી ભજનોનો ભંડાર મળી શકે તેમ જાણ્યું તેવું જ) એક વૃદ્ઘ પાસેથી ઘણા ભજનો મળે તેમ છે, એમ કહો છો તો રેકર્ડ કરી આપો. છેવટે આ વખતે પલાણ મળ્યા ત્યારે એકાદ માસમાં એ કામ કરી આપવાની હા તો ભણી છે - જોઈએ.
Jain Education International
ગુજરાત યુનિ.ના ઇતિહાસ વિભાગે તેમના દૃષ્ટિકોણથી (સામાજિકસાંસ્કૃતિક) ૧૦/૪ના રોજ સંત-ભક્ત-સાહિત્ય વિશે એક દિવસનો પરિસંવાદ રાખ્યો છે. તમારો સંદેશો તેમને મળ્યો હોવાનું પ્રો. રાવળે મને જણાવ્યું. આ રીતે જુદા જુદા વર્ગ આ પરંપરામાં રસ લેતા થાય અને તેનું અસાધારણ સાંસ્કૃતિક મૂલ્ય પ્રીછે તો એક વાતાવરણ તો તૈયાર થાય જ.
‘ઊર્મિ-નવરચના’ના નવા અંકમાં તમારો અને કુંદનિકાબહેનનો લેખ
સેતુબંધ
—
For Private & Personal Use Only
www.jainelibrary.org