________________
(૧૫૯)
આત્મીય ભાઈ,
તમે મોકલેલું મોતી મેં સાચવી રાખ્યું છે. ‘કબર કલિત ચંચત્', ભરતભાઈ પાઠક આવ્યા ત્યારે ફરી સાથે માણ્યું.
ઘણા વખતથી લખવાનું મન છતાં લખી શક્યો નથી. તબિયત સારી છે. થોડી લિખાપટ્ટી પણ કરી. રાધાકૃષ્ણ બજાજ સાથેની ગોષ્ઠી ‘જ.પ્ર.'માં વાંચવા મળી હશે. એક-બે નવાં પ્રકાશનો પણ પ્રેસમાં ગયાં.
૧૧-૪-૨૦૦૦
નંદિગ્રામ
‘શબ્દનો ભાર’ વાંચી થયું, બિચારો શ્વાન તો જ્ઞાતિબંધુઓથી બચવા માટે શક્ટ નીચે ચાલતો હશે પણ માણસે તેના પર જ પોતાના અહમ્નો પથ્થર ફેંક્યો. કદાચ ‘શક્ય’ એટલે જુદો અર્થ પણ થતો હોય. કૃષ્ણે ‘શક્કાસુર’નો વધ કર્યો શકટ કાંઈ અસુર હોય ? અને બાળક રમકડાના ગાડાને ઊંધું પાડી નાખે એમાં વળી પરાક્રમ ક્યાં રહ્યું ? અથર્વવેદમાં પ્રાણને ‘અનાન’ છકડાવાળો કહ્યો છે. વળી પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન- એટલે આ શરીરનો છકડો. એ છકડો માથે ચડી બેઠો છે. એનો જ ભાર ઉતારી નાખવાની વાત તો આ શ્વાન અને શક્યના દૃષ્ટાંતમાં નહીં હોય ને ? આ તો મનમાં પ્રશ્ન ઊઠ્યો તે લખી નાખ્યો. શૂદ્રકના ‘મૃચ્છકટિક’માં નવું જોવાનું મળે. થોડી નોંધ કરી છે. શ્વા-યુવા-મઘવાને આ લાગુ પડે.
સેતુબંધ
ગઈ કાલે કૃષ્ણનાથ મળવા આવ્યા. વારાણસીમાં કાર્ય કરતા ભાષાશાસ્ત્રીઓના પરિચયમાં છે. તેમણે પણ ચર્યાપદો ને સહજયાન વિષે કાર્ય કર્યું છે. તમે દોહા-ગીતિ-કોશ અને ચર્યા વિષે પુસ્તક લખ્યું છે એ વિષે તેમણે સાંભળ્યું હતું. તમે મને મોકલેલી નકલ બતાવી. એ અમદાવાદ આવવાના છે ત્યારે તમને મળવા આવશે. સરનામું લઈ ગયા.
ચાલો, તબિયત કૈસી ? કે ઐસી હી ઔંસી, ઔર ઐસી કી તૈસી ? શીલ મુનિજી હમણાં આબાદ છે ? પત્ર છે. જવાબ લખવામાં મારાથી ઢીલ થઈ જાય છે. પણ મિત્રો ઢાલ સરીખા છે તેનો આનંદ છે. કાંઈક આવો દૂહો છે.
સાજણ ઐસા કીજીયેં, ઢાલ સરિખા હોય સુખ મેં તો પીછે રહે, રણ મેં આગે હોય.
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દ
૨૩૩
www.jainelibrary.org