________________
(૧૬૦)
અમદાવાદ
તા. ૧૫-૪-૨OOO મકરન્દભાઈ,
શકટ'ના અર્થસંકેતો માટે તમે અથર્વવેદનાં “અનડ્યાને, ભાગવતના શકટાસુરને, પાણિનિના–વિચારવાન પાણિનિનું “શ્વાન યુવાને મઘવાનમ્'નું એકસૂત્રીકરણ, મૃચ્છકટિકની “શકટિકા' લઈ આવ્યા પણ તેમાં ગાડા નીચે બેસી ખરજવા ખંજવાળતો, આત્મા-પરમાત્માની ખોજમાં લાગેલા યુવા રને સિંહાસને બેસાડવો પડશે.
સ્કૃર્તિ કાંઈક વધી છે, પણ ઇજિનને કોલસા ઓછા મળે છે, એટલે ગાડી હજી ઘરમાં જ ફરે છે, બહાર નીકળી શકતી નથી. પણ લખવાનું ચાલ્યા કરે છે, થોડું થોડું. “શકટ'વાળું અને એવું રમણભાઈ જે છાપે છે તે, વચ્ચે વચ્ચે
અધોલોકમાં ડોકિયું કરું છું તેને લીધે. બાકી રોજના ત્રણેક કલાક કામ થાય છે તે અમારા “ઊર્ધ્વલોક'ને લગતું. અપભ્રંશ ભાષાના મૂર્ધન્ય કવિ સ્વયંભૂદેવના જૈન રામાયણ વિષયક “પઉમચરિઉ (પદ્મચરિત =જૈન પરંપરામાં રામનું નામ પદ્મ પણ છે) એ પૌરાણિક મહાકાવ્યનું મેં ચારેક દસકા પહેલા સંપાદન-અધ્યયન કર્યું હતું. તે જ કવિના બીજા, કૃષ્ણ પાંડવો અને નેમિનાથને લગતા, અપભ્રંશ મહાકાવ્ય “અરિષ્ટનેમિચરિત’ કે ‘હરિવંશપુરાણ'નું સંપાદન શાંતિનિકેતનના એક હિંદીના અધ્યાપક રામસિંહ તોમરે કરેલું, તેનું પ્રકાશન પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી (જનો હું અધ્યક્ષ છું) દ્વારા, કટકે કટકે સાતેક વરસથી થઈ રહ્યું છે. ૧૧૨ સંધિ (એટલે કે “સર્ગ')ના એ મહાકાવ્યનો છેલ્લો ભાગ અત્યારે માથા પર મૂકીને બેઠો છું. બિચારો શ્વાન ! સાપે છછુંદર ગળ્યાનો ખેલ છે.
રાધેશ્યામે તમે મોકલેલી કવિતા મને પહોંચાડી. સરસ રચના થઈ છે.
શીલચંદ્રસૂરિજીને મળવા ગયો ત્યારે મુંબઈથી આવ્યા પછી મેં પહેલીવાર ઘરની બહાર પગ મૂક્યો. ગાડીમાં જવા આવવાનું હતું.
અભિનવગુપ્તના “તંત્રાલોક'માં (અને અન્યત્રા પણ) સંસ્કૃતની વર્ણમાલાના વર્ષોનો ગૂઢ, આધ્યાત્મિક અર્થ દર્શાવેલો છે મારી પહેલાંની છાપને આધારે આ કહું છું.) આમાંથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે પાણિનિએ દર્શાવેલ વર્ણસમા—ાય તો સંસ્કૃત ભાષા પૂરતો જ છે. વિશ્વની બીજી સેંકડો ભાષાઓના વર્ણો–ધ્વનિઓ સ્વરૂપે ઠીકઠીક જુદા છે. તો એનું શું ? ચાલો, ઘણું લખ્યું.
હ: ભાયાણીના નમસ્કાર
૨૩૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org