________________
પરિશિષ્ટ-૧ ()
(પત્ર-૫-ના સંદર્ભમાં) વલસાડ ધરમપુર માર્ગ પો. વાંકલ, ૩૯૬૦૦૧
તા. ૧૩ જાન્યુઆરી, ૮૯ ભજન ભરોસે રે, નર નિરભે હુવા રે
એને કાંઈ કરમ ન લાગે કાળ, અનભે હુવા રે, આપુ ને ઓળખી રે નૂરી જન નજરો નજરે નિહાળ
- મોરાર પ્રિય આપ્તજન,
આપણી ભજનવાણી લોકજીવનમાં નિજાનંદ અને નિર્ભયતાનું તેજ સીંચતી આવી છે. પણ આજે પરિસ્થિતિ એવી છે કે તમને મૂળ અસલી ઢાળમાં ગાનારા ભજનિકો ભાગ્યે જ મળે છે અને ભજનના શુદ્ધ પાઠનું સંશોધન અત્યંત જરૂરી બની ગયું છે. જે ભજન-સમારંભો થાય છે તેમાં ભજનનું ગૌરવ જળવાતું નથી. શ્રોતાના આંતરિક ઉઘાડને બદલે ભજન મનોરંજનનું સાધન બની ગયું છે. આપણે સત્વર નહીં જાગીએ તો રહીસહી ભજન-વાણી પણ ભુંસાઈ જશે. આપણી સંસ્કૃતિ અને લોકપ્રાણ માટે આથી વધારે હાનિ બીજી હોઈ શકે નહીં. મેલી બનેલી ભજન-ગંગાને ફરીથી શુદ્ધ કરવાની તાતી જરૂર છે.
ભજનવાણીનાં સંરક્ષણ, સંશોધન અને સંવર્ધન માટે અમે “નંદિગ્રામમાં એક “ભજનવિદ્યાતીર્થ' ઊભું કરી રહ્યા છીએ. ભજનનો સર્વાગી અભ્યાસ કરવા તેમ જ નવા ભજનિકો તૈયાર કરવા માટે આ ભજનવિદ્યા કેન્દ્રને એક ભજન વિદ્યાપીઠ વિકસિત કરવાની અમારી નેમ છે. આ યોજનાની વિગતો આ સાથે સામેલ કરી છે.
ભજનવાણીની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવાના અમારા આ પ્રયત્નમાં આપ પૂરેપૂરો સહયોગ આપશો એવી શ્રદ્ધા છે.
સ્નેહ ધન્ય
મકરન્દ દવે સેતુબંધ
૨૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org