________________
(૪૬)
૫ મે ૧૯૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
પત્રો અનુમતિ વિના પ્રગટ થયા તેનો વસવસો ન કરશો. મારી અનુમતિ સંમતિ–સહગતિ–સ્થિતિ–મતિ તમારી સાથે હોય જ. માત્ર એટલું થાય કે અંગત પત્રોમાં તો લખનાર ને મેળવનાર સાથે ભાવનો નાતો હોય છે અને હૃદય હૃદયને સમજે એવો તાર સંધાયો હોય છે. એ પત્રો સામાન્ય વાચકને એમાં યે જેને માટે ટકોર કરી હોય તેને એ ખંચે ય ખરા. સાહિત્ય પરિષદ ને બીજી એવી સંસ્થાઓમાં “દૈવતને નામે મોટું ૦' ચીતર્યું એનો ખુલાસો કરવાની જરૂર લાગી એટલે મેં રમણભાઈને' ખુલાસો લખી મોકલ્યો છે. દૈવત એટલે શું એ, મને જે વસ્તુ અભિપ્રેત છે એ ભણી ધ્યાન દોર્યું છે. મને તો આ “દૈવત’ વાકુની ઉપાસનામાં કેટલે ઊંડે લઈ જાય છે એ કોને કહું ? તમે એકવાર ‘સિદ્ધ સારસ્વત'નો ઉલ્લેખ કર્યો હતો. મારી દૃષ્ટિ સામે વાકુના ચાર સ્વરૂપને પામતું દૈવત રમે છે. તમે તો જાણો જ કે માત્ર શબ્દશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રથી શબ્દમાં રહેલાં ધ્વનિ, જ્યોતિ, અને તત્ત્વને પામી શકાતાં નથી. તેની સાથે દૈવજ્ઞ શાસ્ત્ર અને તર્કશાસ્ત્રને જોડવા જોઈએ. આ દૈવજ્ઞ જ્યોતિષ નથી અને તર્ક વિચારપ્રક્રિયા, ન્યાય કે “લોજિક' પૂરતો મર્યાદિત નથી. તર્કના મૂળમાં જતાં એ સામાન્ય હાઈપોથેસિસ' નથી, જે વિરુદ્ધની સચોટ દલીલો આવતાં તૂટી પડે. એ દૈવજ્ઞ– તા પછી પ્રગટતું ઋષિ-દર્શન છે. ભૂતસૃષ્ટિ, દેવસૃષ્ટિ, બ્રહ્મ(જ્ઞાન) સૃષ્ટિ–એવા ત્રિજગતની આજે વાતો કરીએ તો ગાંડામાં ખપીએ.
મારું દુઃખ એ છે કે મારી સામે વિપુલ ભંડાર પડ્યો છે. તેમાં અત્યંત સત્ત્વશીલ ને સ્વાદુ પદાર્થો છે પણ આજનો માણસ આરોગવા ઇચ્છે ને પચાવી શકે એટલું જ પીરસવું રહ્યું. અત્યારે સિંહાસનબત્રીસીમાં “અબોલા રાણીની વાર્તા” ને બરાબર એને મળતી સૂફી વાર્તા વિષે લખવા બેઠો છું. વાકના ચાર સ્વરૂપની આ કથા છે. વિક્રમ અને ભોજની વાર્તામાં સરસ્વતીનું કંઠાભરણ ન હોય તો જ આશ્ચર્ય. પણ લોકકથામાં મનોરંજનનો ખેલ જોતા વિવેચક મહાશયને આ કેવી રીતે સમજાવું ? ૧. પરિશિષ્ટ જુઓ. સેતુબંધ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org